Hymn No. 8134 | Date: 23-Jul-1999
સૂકા સરોવરમાં કોઈ ન્હાવા પડતું નથી, ભર્યું સરોવર તરસ્યું રહેવા દેતું નથી
sūkā sarōvaramāṁ kōī nhāvā paḍatuṁ nathī, bharyuṁ sarōvara tarasyuṁ rahēvā dētuṁ nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1999-07-23
1999-07-23
1999-07-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17121
સૂકા સરોવરમાં કોઈ ન્હાવા પડતું નથી, ભર્યું સરોવર તરસ્યું રહેવા દેતું નથી
સૂકા સરોવરમાં કોઈ ન્હાવા પડતું નથી, ભર્યું સરોવર તરસ્યું રહેવા દેતું નથી
પ્રેમ વિનાનું હૈયું પ્રેમ સમજતું નથી, પ્રેમ પામ્યા પછી સૂકું એ રહેતું નથી
હરેક વાદળીઓ કાંઈ વરસતી નથી, વરસ્યા વિના વાદળ ખાલી થાતું નથી
સંઘર્ષ વિના હિંમતની કસોટી થાતી નથી, તૂટયા સંઘર્ષમાં હસ્તી એની રહેતી નથી
ચિનગારી લેવી કાબૂમાં સહેલી છે, બન્યો જ્યાં દાવાનળ, કાબૂમાં લેવો સહેલો નથી
અંતરમાં અંતર પડયું, પોતાનો એ રહેતો નથી, મળ્યું અંતર જ્યાં પારકો, પારકો રહેતો નથી
ભળી છાંટ અસત્યની, એ સત્ય રહેતું નથી, અસત્ય સ્વાર્થમાં ડુબાડયા વિના રહેતું નથી
સંતોષ વિનાનો જીવ ભટક્યા વિના રહેતો નથી, સંતોષી જીવને ભટકવું પડતું નથી
દુઃખનાં બીજ વાવી દિલમાં, સુખી થઈ શકતો નથી, દુઃખ ભૂલ્યા વિના સુખી રહી શકતો નથી
ઘા લાકડીના દેખાયા વિના રહેતા નથી, ઘા કિસ્મતના જીવનમાં તો દેખાતા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sūkā sarōvaramāṁ kōī nhāvā paḍatuṁ nathī, bharyuṁ sarōvara tarasyuṁ rahēvā dētuṁ nathī
prēma vinānuṁ haiyuṁ prēma samajatuṁ nathī, prēma pāmyā pachī sūkuṁ ē rahētuṁ nathī
harēka vādalīō kāṁī varasatī nathī, varasyā vinā vādala khālī thātuṁ nathī
saṁgharṣa vinā hiṁmatanī kasōṭī thātī nathī, tūṭayā saṁgharṣamāṁ hastī ēnī rahētī nathī
cinagārī lēvī kābūmāṁ sahēlī chē, banyō jyāṁ dāvānala, kābūmāṁ lēvō sahēlō nathī
aṁtaramāṁ aṁtara paḍayuṁ, pōtānō ē rahētō nathī, malyuṁ aṁtara jyāṁ pārakō, pārakō rahētō nathī
bhalī chāṁṭa asatyanī, ē satya rahētuṁ nathī, asatya svārthamāṁ ḍubāḍayā vinā rahētuṁ nathī
saṁtōṣa vinānō jīva bhaṭakyā vinā rahētō nathī, saṁtōṣī jīvanē bhaṭakavuṁ paḍatuṁ nathī
duḥkhanāṁ bīja vāvī dilamāṁ, sukhī thaī śakatō nathī, duḥkha bhūlyā vinā sukhī rahī śakatō nathī
ghā lākaḍīnā dēkhāyā vinā rahētā nathī, ghā kismatanā jīvanamāṁ tō dēkhātā nathī
|