1999-10-18
1999-10-18
1999-10-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17222
રૂમઝૂમ રૂમઝૂમ પગલે આવોને આજ તમે રે માડી
રૂમઝૂમ રૂમઝૂમ પગલે આવોને આજ તમે રે માડી
ઝાંઝરીના મીઠા ઝણકાર, આજ તમે અમને સંભળાવોને
હૈયાના ઉકળાટમાં વીતે જીવન અમારું, શાંત એને તમે કરોને
પચાવ્યાં કંઈક દુઃખો જીવનમાં, ભાર હળવા હવે એના કરોને
સંભળાવી રણકાર મીઠા ઝાંઝરીના, હવે આનંદ હૈયે ફેલાવોને
દુઃખદર્દથી ભરેલા કઠણ હૈયાને, મૃદુ હવે એને બનાવોને
રોકી રહ્યા છે રસ્તા અંધારા, ઝાંઝરીના તેજે તેજે ફેલાવોને
ગમગીન અમારા જીવનને આજ, સંગીન અને રંગીન બનાવોને
રસ્તા છે અજાણ્યા તમારા, માહિર અમને એના બનાવોને
ભૂલીએ ભાન અમે જીવનમાં, ઝાંઝરીના તાનમાં અમને નચાવોને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rūmajhūma rūmajhūma pagalē āvōnē āja tamē rē māḍī
jhāṁjharīnā mīṭhā jhaṇakāra, āja tamē amanē saṁbhalāvōnē
haiyānā ukalāṭamāṁ vītē jīvana amāruṁ, śāṁta ēnē tamē karōnē
pacāvyāṁ kaṁīka duḥkhō jīvanamāṁ, bhāra halavā havē ēnā karōnē
saṁbhalāvī raṇakāra mīṭhā jhāṁjharīnā, havē ānaṁda haiyē phēlāvōnē
duḥkhadardathī bharēlā kaṭhaṇa haiyānē, mr̥du havē ēnē banāvōnē
rōkī rahyā chē rastā aṁdhārā, jhāṁjharīnā tējē tējē phēlāvōnē
gamagīna amārā jīvananē āja, saṁgīna anē raṁgīna banāvōnē
rastā chē ajāṇyā tamārā, māhira amanē ēnā banāvōnē
bhūlīē bhāna amē jīvanamāṁ, jhāṁjharīnā tānamāṁ amanē nacāvōnē
|
|