|
View Original |
|
ઘાએ ઘા દિલને તો વાગતા ને વાગતા રહ્યા
કંઈક ઘા તો રુઝાયા, કંઈક ઘા તો દૂઝતા રહ્યા
કંઈક છાની યાદો, યાદે યાદ તાજી કરતા રહ્યા
નોખ નોખા રસમાં ઘા, જીવનને તરબોળ કરતા રહ્યા
કંઈક ઘાએ જીવનને જોમ અર્પ્યાં કંઈક ઘા ડુબાડી ગયા
કંઈક ઘા આંસુઓ લાવ્યા, કંઈક આંસુ થીજવી ગયા
કંઈક ઘા ભાન ભુલાવી ગયા, કંઈક યાદગાર બની ગયા
કંઈક ઘા જીવન બદલી ગયા, કંઈક અંધારામાં ડુબાડી ગયા
કંઈક જીવનને બોધ દઈ ગયા, કંઈક તો રાહ બતલાવી ગયા
ઘાએ ઘા તો જીવનમાં દિલને, ઘડતા ને ઘડતા રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)