1985-10-19
1985-10-19
1985-10-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1728
કચરો સંગ્રહાય જો પેટમાં, એ રોગનું કારણ બની જાય
કચરો સંગ્રહાય જો પેટમાં, એ રોગનું કારણ બની જાય
ખોટા વિચારો જાગે મનમાં, એ અશાંતિનું કારણ બની જાય
યોગ્ય ખુલાસો જો ન મળે, એ શંકાનું કારણ બની જાય
મોહ હૈયામાં જાગતા, એ અનીતિનું કારણ બની જાય
લોભ હૈયે અતિ ફેલાતાં, એ પતનનું કારણ બની જાય
કડવાં વેણ અજાણતાં પણ બોલાય, એ વેરનું કારણ બની જાય
સંતોષ હૈયે વ્યાપતાં, એ સુખનું કારણ બની જાય
અસંતોષ હૈયે બહુ જાગતાં, એ દુઃખનું કારણ બની જાય
કર્મો અજાણતાં પણ કરતાં, એ ફળનું કારણ બની જાય
સાચું જ્ઞાન હૈયે જાગતાં, એ આનંદનું કારણ બની જાય
સાચો વૈરાગ્ય હૈયે જાગતાં, એ ત્યાગનું કારણ બની જાય
વિકારો હૈયેથી હટતાં, એ પ્રભુદર્શનનો પાયો બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kacarō saṁgrahāya jō pēṭamāṁ, ē rōganuṁ kāraṇa banī jāya
khōṭā vicārō jāgē manamāṁ, ē aśāṁtinuṁ kāraṇa banī jāya
yōgya khulāsō jō na malē, ē śaṁkānuṁ kāraṇa banī jāya
mōha haiyāmāṁ jāgatā, ē anītinuṁ kāraṇa banī jāya
lōbha haiyē ati phēlātāṁ, ē patananuṁ kāraṇa banī jāya
kaḍavāṁ vēṇa ajāṇatāṁ paṇa bōlāya, ē vēranuṁ kāraṇa banī jāya
saṁtōṣa haiyē vyāpatāṁ, ē sukhanuṁ kāraṇa banī jāya
asaṁtōṣa haiyē bahu jāgatāṁ, ē duḥkhanuṁ kāraṇa banī jāya
karmō ajāṇatāṁ paṇa karatāṁ, ē phalanuṁ kāraṇa banī jāya
sācuṁ jñāna haiyē jāgatāṁ, ē ānaṁdanuṁ kāraṇa banī jāya
sācō vairāgya haiyē jāgatāṁ, ē tyāganuṁ kāraṇa banī jāya
vikārō haiyēthī haṭatāṁ, ē prabhudarśananō pāyō banī jāya
English Explanation: |
|
If you eat wrong food, it becomes the reason for disease.
If wrong thoughts awaken in your mind, it becomes the reason for turmoil.
If you do not get proper explanations, it becomes the reason for doubts.
If attachments awaken in your heart, it becomes the reason for wrongdoings.
If you have too much greed in your heart, it becomes the reason for your downfall.
If you speak hurtful words even unknowingly, it becomes the reason for revenge.
If you have satisfaction in your heart, it becomes the reason for happiness.
If you have too much dissatisfaction in your heart, it becomes the reason for unhappiness.
Even if you do actions (karma) unknowingly, it becomes the reason for bearing the consequences of it.
If you have true realization in your heart, it becomes the reason for joy.
The moment true detachment arises in your heart, it becomes the reason for renunciation.
When all vices from your heart are gone, it becomes the basis for connection with God.
|