|
View Original |
|
અમારા વિનાની તો છે શું કલ્પના તો તમારી
તમારા વિનાની થઈ શક્તી નથી કલ્પના અમારી
સહેવાની નથી હવે તો હૈયાંને તો જુદાઈ તમારી
પિવરાવશો ના હવે તો તમે જુદાઈને અમૃતની પ્યાલી
કરે છે હૈયાંને સુખનું તો સિંચન, યાદો તો તમારી
ભરી ભરી પીધી છે જીવનમાં તો જ્યાં જુદાઈની પ્યાલી
તમારા વિનાની રહેશે જીવનમાં અધૂરી કલ્પના અમારી
આવશે ના જો કલ્પનામાં અમારી, કરવી કલ્પના કોની
નથી સ્વપ્ન કલ્પના અમારી, કલ્પના છે વાસ્તવિકતા અમારી
વસ્યા છો હરેક કલ્પનામાં અમારી, લાગે કલ્પના ત્યારે પ્યારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)