1999-03-11
1999-03-11
1999-03-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=17890
ભાગ્ય એનું તો ભડકે બળશે, પાપ જેનું છડી પોકારશે
ભાગ્ય એનું તો ભડકે બળશે, પાપ જેનું છડી પોકારશે
હાથ એના તો પડશે હેઠા, સાથને સાથીદારોમાં વિશ્વાસ ના રહેશે
હાથ જે સલામી ઝીલતા હતા, સલામી એને તો દેવી પડશે
ધુતકાર્યા જીવનભર જેને, જીવનમાં પ્રેમથી એને સત્કારવા પડશે
અહંમાં ઊંચે ચડેલું નાક, પગમાં એણે તો ઘસવું પડશે
પડયા શબ્દો ઝીલતા હતા જેના, શબ્દની કિંમત એની ના રહેશે
ઠુકરાવ્યા હતા જેને જીવનમાં, દ્વાર દ્વાર આજે ભટકવું પડશે
એક નજર મેળવવા જેની ઝંખતા હતા, નજર એની આજ ફેરવી લેશે
મળશે ના માર્ગ જલદી એમાં, દુઃખદર્દના પોટલાં વધતા જાશે
છીછરા વાદળ દૂર જલદી થાશે, ઘેરું વાદળ વિખરાતા વાર લાગશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhāgya ēnuṁ tō bhaḍakē balaśē, pāpa jēnuṁ chaḍī pōkāraśē
hātha ēnā tō paḍaśē hēṭhā, sāthanē sāthīdārōmāṁ viśvāsa nā rahēśē
hātha jē salāmī jhīlatā hatā, salāmī ēnē tō dēvī paḍaśē
dhutakāryā jīvanabhara jēnē, jīvanamāṁ prēmathī ēnē satkāravā paḍaśē
ahaṁmāṁ ūṁcē caḍēluṁ nāka, pagamāṁ ēṇē tō ghasavuṁ paḍaśē
paḍayā śabdō jhīlatā hatā jēnā, śabdanī kiṁmata ēnī nā rahēśē
ṭhukarāvyā hatā jēnē jīvanamāṁ, dvāra dvāra ājē bhaṭakavuṁ paḍaśē
ēka najara mēlavavā jēnī jhaṁkhatā hatā, najara ēnī āja phēravī lēśē
malaśē nā mārga jaladī ēmāṁ, duḥkhadardanā pōṭalāṁ vadhatā jāśē
chīcharā vādala dūra jaladī thāśē, ghēruṁ vādala vikharātā vāra lāgaśē
|
|