2000-04-24
2000-04-24
2000-04-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18038
ગોથું ખાધું, ખાધું ને ખાધું, જીવનમાં તો ગોથું ખાધું
ગોથું ખાધું, ખાધું ને ખાધું, જીવનમાં તો ગોથું ખાધું
સરળતાથી ચાલતી નાવ, અથડાઈ આફતોના ખડકો સાથે
થયા ડામાડોળ પ્રવાહો મનના, ચડયું મન ત્યાં તો ચક્રાવે
અચાનક આકાશ જીવનનું વાદળોથી તો જ્યાં ઘેરાયું
સેવ્યાં સપનાં સાહજિકતાનાં, સપનું વાસ્તવિકતાનું રોળાયું
છે જિંદગી એક જંગ, જાણવા છતાં, બિંદુ હિંમતનું અટવાયું
પામવું હતું જીવનમાં બધું ને બધું, મહેનતનું ભાથું ભુલાયું
કરવાં હતાં દર્શન પ્રભુના, અસ્થિરતાનું વાદળ ના વિખરાયું
આંકી આવડતની કિંમત મોટી, પુરુષાર્થની પોળમાં ના ચલાયું
સંદેહ ભરી ચાલ્યો જીવનમાં, હૈયાને સંદેહમુક્ત ના રખાયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gōthuṁ khādhuṁ, khādhuṁ nē khādhuṁ, jīvanamāṁ tō gōthuṁ khādhuṁ
saralatāthī cālatī nāva, athaḍāī āphatōnā khaḍakō sāthē
thayā ḍāmāḍōla pravāhō mananā, caḍayuṁ mana tyāṁ tō cakrāvē
acānaka ākāśa jīvananuṁ vādalōthī tō jyāṁ ghērāyuṁ
sēvyāṁ sapanāṁ sāhajikatānāṁ, sapanuṁ vāstavikatānuṁ rōlāyuṁ
chē jiṁdagī ēka jaṁga, jāṇavā chatāṁ, biṁdu hiṁmatanuṁ aṭavāyuṁ
pāmavuṁ hatuṁ jīvanamāṁ badhuṁ nē badhuṁ, mahēnatanuṁ bhāthuṁ bhulāyuṁ
karavāṁ hatāṁ darśana prabhunā, asthiratānuṁ vādala nā vikharāyuṁ
āṁkī āvaḍatanī kiṁmata mōṭī, puruṣārthanī pōlamāṁ nā calāyuṁ
saṁdēha bharī cālyō jīvanamāṁ, haiyānē saṁdēhamukta nā rakhāyuṁ
|