2000-05-13
2000-05-13
2000-05-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18074
છે સ્વર્ગ શું એક કલ્પના, કે છે એ એક મીઠું સ્વપ્નું

હોય જો મળવાનું એ મરણ પછી, તો જીવન એ શા કામનું
હોય જો દુઃખની હસ્તી વિનાનું, છે વાસ્તવિકતાનું એ દેવાળું
હોય મળતી જો સેવા પરીઓની, પરીઓનું સ્વર્ગ તો કયું
સુખની કરી કરી કલ્પના, વ્યર્થ જીવન શાને એમ ગુમાવવું
હોય ના જો સ્વર્ગમાં દરિદ્રતા, નિયમોનું પાલન ક્યાં રહ્યું
કરે મન જો ઉઘાડો બળવો, શસ્ત્ર ડરનું શાને ઉગામવું
સ્વર્ગ કે પૃથ્વી કદી કોઈ કાળમાં, પ્રભુ વિના ના રહ્યું
મળે કર્મથી નર્ક કે સ્વર્ગ, હાથમાં છે તો કર્મ કરવાનું
કરશે નક્કી કર્મ સ્વર્ગ કે નર્ક, કર્મથી તો ડરવાનું
છે મુક્તિનો પ્રવાસી તું, પડશે કર્મથી મુક્ત થવાનું
હરેક ઇચ્છા કરાવશે કર્મ, ઇચ્છાઓથી મુક્ત રહેવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē svarga śuṁ ēka kalpanā, kē chē ē ēka mīṭhuṁ svapnuṁ
hōya jō malavānuṁ ē maraṇa pachī, tō jīvana ē śā kāmanuṁ
hōya jō duḥkhanī hastī vinānuṁ, chē vāstavikatānuṁ ē dēvāluṁ
hōya malatī jō sēvā parīōnī, parīōnuṁ svarga tō kayuṁ
sukhanī karī karī kalpanā, vyartha jīvana śānē ēma gumāvavuṁ
hōya nā jō svargamāṁ daridratā, niyamōnuṁ pālana kyāṁ rahyuṁ
karē mana jō ughāḍō balavō, śastra ḍaranuṁ śānē ugāmavuṁ
svarga kē pr̥thvī kadī kōī kālamāṁ, prabhu vinā nā rahyuṁ
malē karmathī narka kē svarga, hāthamāṁ chē tō karma karavānuṁ
karaśē nakkī karma svarga kē narka, karmathī tō ḍaravānuṁ
chē muktinō pravāsī tuṁ, paḍaśē karmathī mukta thavānuṁ
harēka icchā karāvaśē karma, icchāōthī mukta rahēvuṁ
|
|