2000-05-18
2000-05-18
2000-05-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18077
ઉમંગનો પડઘો જો ઉમંગથી મળે નહીં, એ ઉમંગમાં મન લાગે ના જરાય

હૈયા ને હૈયામાં વાતો ઊભી થાય, સાંભળનાર જો એનો ના મળી જાય
નયનો ને જોવાં છે દૃશ્યો ઘણાં, સામના ને સામના એમાં એ કરતું જાય
બંધાણી આશા જ્યાં હૈયે, આશામાં ને આશામાં રાહ એ તો જોતું જાય
સમય વીતતો જાય, જોજે પ્રભુ, કિનારા પહેલાં ના એ તૂટી જાય
સપનામાં જો વાસ્તવિકતા દેખાય, વાસ્તવિકતાને સપનાનું બળ મળી જાય
ઉમંગ વિનાનું જીવન જગમાં, જીવન એવું તો જીવન ના કહેવાય
ઉમંગ ને ઉમંગ હૈયે જ્યાં ઊભરાય, કામ એ જીવનમાં આસાનીથી પૂરું થાય
પ્યાલા પીતા ને પીતા જાય જે ઉમંગના, કેફ નિરાશાના એમાં ઊતરી જાય
ઉમંગ ને ઉમંગ ભર્યો રહે જેના જીવનમાં, જીવન એનું એમાં બદલાઈ જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
umaṁganō paḍaghō jō umaṁgathī malē nahīṁ, ē umaṁgamāṁ mana lāgē nā jarāya
haiyā nē haiyāmāṁ vātō ūbhī thāya, sāṁbhalanāra jō ēnō nā malī jāya
nayanō nē jōvāṁ chē dr̥śyō ghaṇāṁ, sāmanā nē sāmanā ēmāṁ ē karatuṁ jāya
baṁdhāṇī āśā jyāṁ haiyē, āśāmāṁ nē āśāmāṁ rāha ē tō jōtuṁ jāya
samaya vītatō jāya, jōjē prabhu, kinārā pahēlāṁ nā ē tūṭī jāya
sapanāmāṁ jō vāstavikatā dēkhāya, vāstavikatānē sapanānuṁ bala malī jāya
umaṁga vinānuṁ jīvana jagamāṁ, jīvana ēvuṁ tō jīvana nā kahēvāya
umaṁga nē umaṁga haiyē jyāṁ ūbharāya, kāma ē jīvanamāṁ āsānīthī pūruṁ thāya
pyālā pītā nē pītā jāya jē umaṁganā, kēpha nirāśānā ēmāṁ ūtarī jāya
umaṁga nē umaṁga bharyō rahē jēnā jīvanamāṁ, jīvana ēnuṁ ēmāṁ badalāī jāya
|
|