|
View Original |
|
લોભલાલચને જ્યાં જીવનમાં દરવાન બનાવીને બેઠો
જગમાં ત્યાં તો દુઃખનો દરબાર એમાં ભરીને બેઠો
હાજી હા કરનારાના મળતિયાનાં જૂથ કર્યાં ઝાઝાં ઊભાં
પુણ્યની પૂંજી રહ્યો ખરચતો, દેવાળિયો એમાં થઈ બેઠો
દુર્મતિ ને અહંને બનાવ્યા સલાહકાર, જીવનમાં તો જ્યાં
જીવનમાં જીવનની ઊથલપાથલ એમાં તો કરી બેઠો
અધોગતિએ લીધું જીવનને ભીસમાં, બહાદૂર સમજી બેઠો
ના દીધું સદ્બુદ્ધિ ભક્તિને સ્થાન જીવનમાં તો જ્યાં
એમાં ને એમાં જીવનમાં, પ્રભુને તો દૂર ને દૂર કરી બેઠો
હતી ના હાલત વખાણવા જેવી દુઃખી દુઃખી થઈ બેઠો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)