2000-07-22
2000-07-22
2000-07-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18190
ભૂલો કરે જો આ તારો બાળ, દિલના એના માંરગને હવે સંભાળ
ભૂલો કરે જો આ તારો બાળ, દિલના એના માંરગને હવે સંભાળ
ચૂક્યો છે મારગ જીવનમાં તારો બાળ, સાચા મારગ એને ચલાવ
જાવું હતું એણે ક્યાં, પહોંચ્યો છે એ ક્યાં, હાથ ઝાલીને એને પ્હોંચાડ
દુઃખના દરિયામાં રહ્યો છે ડૂબી, એમાંથી હવે તો એને બચાવ
રહ્યો છે કાપી સફર લાંબી જીવનની, થાક હવે તો એનો ઊતાર
લીધું છે ભાથું ધીરજનું સાથે, જોજે મારગમાં ના એ ખૂટી જાય
સંસાર તાપમાં બહુ એ અકળાય, આનંદનું ઝરણું જોજે ના એમાં સુકાય
તરસ્યો ને તરસ્યો એ થાતો જાય, પ્રેમ પીયૂષ પાજે એને સદાય
દુઃખની ભરતી તો હૈયે ઊભરાય, લાવજે ઓટ એમાં તત્કાળ
ભૂલો ને ભૂલો આમ ને આમ થાતી જાય તારી, બાળને એમાં સંભાળ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhūlō karē jō ā tārō bāla, dilanā ēnā māṁraganē havē saṁbhāla
cūkyō chē māraga jīvanamāṁ tārō bāla, sācā māraga ēnē calāva
jāvuṁ hatuṁ ēṇē kyāṁ, pahōṁcyō chē ē kyāṁ, hātha jhālīnē ēnē phōṁcāḍa
duḥkhanā dariyāmāṁ rahyō chē ḍūbī, ēmāṁthī havē tō ēnē bacāva
rahyō chē kāpī saphara lāṁbī jīvananī, thāka havē tō ēnō ūtāra
līdhuṁ chē bhāthuṁ dhīrajanuṁ sāthē, jōjē māragamāṁ nā ē khūṭī jāya
saṁsāra tāpamāṁ bahu ē akalāya, ānaṁdanuṁ jharaṇuṁ jōjē nā ēmāṁ sukāya
tarasyō nē tarasyō ē thātō jāya, prēma pīyūṣa pājē ēnē sadāya
duḥkhanī bharatī tō haiyē ūbharāya, lāvajē ōṭa ēmāṁ tatkāla
bhūlō nē bhūlō āma nē āma thātī jāya tārī, bālanē ēmāṁ saṁbhāla
|
|