|
View Original |
|
ભરી છે કેટકેટલી વેદનાઓ તો દિલમાં
તમે એ ના જાણો તો સારું (2)
કંઈક આંસુઓ તો સુકાયાં છે તો દિલમાં
પૂછયું ભલે તમે અમને, કહ્યું ના અમે તમને
હારજીતનો સરવાળો છે જીવન, હાર્યા કેટલી વાર
તણાયા પ્રેમમાં કેટલી વાર, ડૂબ્યા કેટલી વાર
વિસ્મૃતમાં ભર્યુ છે કેટલું, છે શું શું ભર્યુ
ભર્યા ભર્યા ભાવોને ઢાંકવા તો છે દિલમાં
ભરી આશાઓ જીવ્યા, ડૂબ્યા કેટલી વાર નિરાશામાં
નીકળ્યા સંયમી બનવા, બન્યા કેટલી વાર અસંયમી
હર વાતમાં ભર્યો હતો અમે અહં કેટલો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)