1986-02-01
1986-02-01
1986-02-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1837
યુગે-યુગે અવતાર ધરી, જગનું કાર્ય તું કરતી ગઈ
યુગે-યુગે અવતાર ધરી, જગનું કાર્ય તું કરતી ગઈ
અવતારોની `મા' તેં લીલા કરી, જગને કંઈ તું કહેતી ગઈ
જગમાંથી સાર દૃષ્ટિ ગઈ, પૃથ્વી તો રસાતળે ગઈ
તારવા વરાહ અવતાર ધરી, જગને દૃષ્ટિ દેતી ગઈ
જગમાં ધર્મ દૃષ્ટિ ગઈ, વેદ-પુરાણની અવગતિ થઈ
પાણીમાં રહી અલિપ્ત બની, મત્સ્યાવતારથી કહેતી ગઈ
જગમાં મોજમજાની માત્રા વધી, નીતિ-નિયમોની અવગણના થઈ
ઇંદ્રિયોનું સંયમ કરી રહી, કચ્છ અવતારથી કહી ગઈ
જગમાં લેવા વામન બની, પૃથ્વી સમાવવા વિરાટ બની
વિરાટ અને વામન અવતાર ધરી, જગને આ કહેતી ગઈ
જુલમ જગમાં વધતો ગયો, જગની હિંમત તૂટી ગઈ
નરમાં પણ સિંહ બની, નૃસિંહાવતારથી કહેતી ગઈ
ક્ષાત્રતેજથી પૃથ્વી ત્રાસી ગઈ, બ્રહ્મતેજની અવગણના થઈ
બ્રહ્મતેજમાં ક્ષાત્રતેજ ભળી, પરશુરામ અવતારથી કહેતી ગઈ
જીવનમાં એકવચની રહી, સદાચારથી જીવન ભરી
રાક્ષસવૃત્તિનો સામનો કરી, રામાવતારથી કહેતી ગઈ
નિષ્ક્રિયતા જીવનમાંથી હટાવી, કર્મનું યોગ્ય સ્થાન બતાવી
કર્મની જ્યોત ગીતાથી જલાવી, કૃષ્ણાવતારથી કહેતી ગઈ
જગમાં ખોટી રીત વધી, સાચમાં ખોટું ભળી જઈ
માનવ હૈયાં એથી ત્રાસી જઈ, કલ્કિ અવતારની રાહ જોવી રહી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
yugē-yugē avatāra dharī, jaganuṁ kārya tuṁ karatī gaī
avatārōnī `mā' tēṁ līlā karī, jaganē kaṁī tuṁ kahētī gaī
jagamāṁthī sāra dr̥ṣṭi gaī, pr̥thvī tō rasātalē gaī
tāravā varāha avatāra dharī, jaganē dr̥ṣṭi dētī gaī
jagamāṁ dharma dr̥ṣṭi gaī, vēda-purāṇanī avagati thaī
pāṇīmāṁ rahī alipta banī, matsyāvatārathī kahētī gaī
jagamāṁ mōjamajānī mātrā vadhī, nīti-niyamōnī avagaṇanā thaī
iṁdriyōnuṁ saṁyama karī rahī, kaccha avatārathī kahī gaī
jagamāṁ lēvā vāmana banī, pr̥thvī samāvavā virāṭa banī
virāṭa anē vāmana avatāra dharī, jaganē ā kahētī gaī
julama jagamāṁ vadhatō gayō, jaganī hiṁmata tūṭī gaī
naramāṁ paṇa siṁha banī, nr̥siṁhāvatārathī kahētī gaī
kṣātratējathī pr̥thvī trāsī gaī, brahmatējanī avagaṇanā thaī
brahmatējamāṁ kṣātratēja bhalī, paraśurāma avatārathī kahētī gaī
jīvanamāṁ ēkavacanī rahī, sadācārathī jīvana bharī
rākṣasavr̥ttinō sāmanō karī, rāmāvatārathī kahētī gaī
niṣkriyatā jīvanamāṁthī haṭāvī, karmanuṁ yōgya sthāna batāvī
karmanī jyōta gītāthī jalāvī, kr̥ṣṇāvatārathī kahētī gaī
jagamāṁ khōṭī rīta vadhī, sācamāṁ khōṭuṁ bhalī jaī
mānava haiyāṁ ēthī trāsī jaī, kalki avatāranī rāha jōvī rahī
|