|
View Original |
|
હતી આશા ઊંડે ઊંડે તો હૈયામાં, ક્યારેક તો પુણ્ય જાગી જાશે
થાતી ગઈ કંઈક આશાની બારીઓ બંધ, ખૂલી ના પુણ્યની બારી
ફૂંકાયો ના હતો શંકાનો પવન, આશાનો દીપ રહ્યો હતો જલી
ચાલુ હતા પાપના તમાશા જીવનમાં, હતું હૈયે ક્યારેક પુણ્ય ખીલી ઊઠશે
એકલુંઅટૂલું પુણ્ય ઊભું ના રહી શકે પાપના પ્રવાહની સામે
જીવનની મસ્તી હતી ગઈ સુકાઈ, આશાના દોરને ના તોડી શકી
ઊંડે ઊંડે આશા પલટાતી ગઈ ધીરે ધીરે એ વિશ્વાસમાં
વિશ્વાસે દ્વાર ખટખટાવ્યાં ભક્તિનાં, ખૂલી તારાં દર્શનની બારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)