|
View Original |
|
મારું માનો, જમાનો એ તો જમાનો છે (2)
રંગ અનેક એ તો દેખાડે, જમાનો એ તો જમાનો છે
સાથે સાથે એની પગ ઉપાડો, જમાનો તો તમારો છે
છે બધુંબધું ભર્યું એમાં, જમાનો સહુને તો આપે છે
ચાલી શકશો જો સાથે, જમાનાથી ફેંકાઈ તો જવાય છે
જીવવું છે જ્યાં જમાનામાં, ના દુશ્મન એને બનાવાય છે
હરેક જમાનાનાં લક્ષણ તો થોડાં થોડાં બદલાય છે
જમાનેજમાને વીતેલા જમાનાની યાદ કરાવી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)