1986-03-09
1986-03-09
1986-03-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1886
અપૂર્ણ છું હું તો માડી, તું તો છે પૂર્ણ માડી
અપૂર્ણ છું હું તો માડી, તું તો છે પૂર્ણ માડી
તોય મારી પાસે આવતાં માડી, તું કેમ ખચકાય
ભૂલો કરતો હું તો માડી, માફ કરતી તું તો સદાય
તોય મારી પાસે આવતાં માડી, તું કેમ ખચકાય
લોભ-લાલચે લપટાતો, એમાં તું તો બચાવે સદાય
તોય મારી પાસે આવતાં માડી, તું કેમ ખચકાય
મૂંઝાતો જ્યારે-જ્યારે હું તો, માર્ગ કાઢે તું તો સદાય
તોય મારી પાસે આવતાં માડી, તું કેમ ખચકાય
માયામાં આંખ મારી ઘેરાતી, રાહ તું તો જોતી સદાય
તોય મારી પાસે આવતાં માડી, તું કેમ ખચકાય
અહંકાર ઘેરે હૈયાને જ્યારે માડી, હાથ ઝાલી કરે તું સહાય
તોય મારી પાસે આવતાં માડી, તું કેમ ખચકાય
દુનિયાના દુઃખમાં ઘેરાઉં જ્યારે, સુઝાડે એમાં ઉપાય
તોય મારી પાસે આવતાં માડી, તું કેમ ખચકાય
યુગો-યુગોથી છે વિયોગ તારો, વિયોગે ઝૂરું સદાય
તોય મારી પાસે આવતાં માડી, તું કેમ ખચકાય
કાટ ખાધેલું લોખંડ હું તો માડી, તું છે પારસમણિ માત
તોય મારી પાસે આવતાં માડી, તું કેમ ખચકાય
તાર્યા કંઈકને તેં માડી, ઉગાર્યા વળી કંઈકને માત
તોય મારી પાસે આવતાં માડી, તું કેમ ખચકાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
apūrṇa chuṁ huṁ tō māḍī, tuṁ tō chē pūrṇa māḍī
tōya mārī pāsē āvatāṁ māḍī, tuṁ kēma khacakāya
bhūlō karatō huṁ tō māḍī, māpha karatī tuṁ tō sadāya
tōya mārī pāsē āvatāṁ māḍī, tuṁ kēma khacakāya
lōbha-lālacē lapaṭātō, ēmāṁ tuṁ tō bacāvē sadāya
tōya mārī pāsē āvatāṁ māḍī, tuṁ kēma khacakāya
mūṁjhātō jyārē-jyārē huṁ tō, mārga kāḍhē tuṁ tō sadāya
tōya mārī pāsē āvatāṁ māḍī, tuṁ kēma khacakāya
māyāmāṁ āṁkha mārī ghērātī, rāha tuṁ tō jōtī sadāya
tōya mārī pāsē āvatāṁ māḍī, tuṁ kēma khacakāya
ahaṁkāra ghērē haiyānē jyārē māḍī, hātha jhālī karē tuṁ sahāya
tōya mārī pāsē āvatāṁ māḍī, tuṁ kēma khacakāya
duniyānā duḥkhamāṁ ghērāuṁ jyārē, sujhāḍē ēmāṁ upāya
tōya mārī pāsē āvatāṁ māḍī, tuṁ kēma khacakāya
yugō-yugōthī chē viyōga tārō, viyōgē jhūruṁ sadāya
tōya mārī pāsē āvatāṁ māḍī, tuṁ kēma khacakāya
kāṭa khādhēluṁ lōkhaṁḍa huṁ tō māḍī, tuṁ chē pārasamaṇi māta
tōya mārī pāsē āvatāṁ māḍī, tuṁ kēma khacakāya
tāryā kaṁīkanē tēṁ māḍī, ugāryā valī kaṁīkanē māta
tōya mārī pāsē āvatāṁ māḍī, tuṁ kēma khacakāya
English Explanation |
|
Although I am incomplete Mother, You are complete Mother,
Yet, why do You hesitate to come to me Mother
I keep on making mistakes Mother, You ever forgave me,
Yet, why do You hesitate to come to me Mother,
I have been engulfed in greed, Yet You have always saved me from it,
Yet, why do You hesitate to come to me Mother,
Whenever I am confused, You have always guided me the path,
Yet, why do You hesitate to come to me Mother,
My eyes have been filled with worldly pleasure, Yet You have always waited for me,
Yet, why do You hesitate to come to me Mother,
Whenever the heart is surrounded with ego, You have always helped me by holding my hand,
Yet, why do You hesitate to come to me Mother,
Whenever I am surrounded by the worldly sorrows, You suggest me a solution,
Yet, why do You hesitate to come to me Mother,
Since ages there is a longing for You, I always suffer Your separation,
Yet, why do You hesitate to come to me Mother,
I am the rusted metal Mother, You are the most precious jewel (Parasmani) Mother,
Yet, why do You hesitate to come to me Mother,
You have saved many Mother, You have uplifted many Mother,
Yet, why do You hesitate to come to me Mother.
Here, Kakaji is longing to meet the Divine Mother and urges Her not to hesitate to come and meet him.
|