1993-05-10
1993-05-10
1993-05-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=198
ગભરાય છે તું શાને, જવા પ્રભુ પાસે, જ્યાં એ તો તારા ને તારા છે

નથી કાંઈ તારાથી એ જુદા છે, એ સાથેને સાથે, જ્યાં એ તો તારા ને તારા છે
રહેજે વિશ્વાસે તું એના, ના એમાં તું પસ્તાશે, જ્યાં એ તો તારા ને તારા છે
સાચા, ખોટા બધા કામમાં રહ્યાં એ તો સાથે, જ્યાં એ તો તારા ને તારા છે
ક્ષણ માત્ર રહ્યાં કે ના પડયા તારાથી તો જુદા, જ્યાં એ તો તારા ને તારા છે
હરેક કર્મ તારા છે એની નજરમાં, રાખ્યા ના નજર બહાર તને, જ્યાં એ તો તારા ને તારા છે
કરી માફ તારી ભૂલો, કરતાને કરતા રહ્યાં માફ ભૂલો, જ્યાં એ તો તારા ને તારા છે
રહ્યાં છે રાહ જોતા તારી, જાણી એની પાસે ક્યારે તું આવે, જ્યાં એ તો તારા ને તારા છે
ખોટા ઉધામા કરી તું દુઃખી થાય, ના દુઃખી તને જોઈ શકે, જ્યાં એ તો તારા ને તારા છે
ભૂલી ભૂલી એને રહેવું તો જગમાં, તારા વિના ના એ રહી શકે, જ્યાં એ તો તારા ને તારા છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gabharāya chē tuṁ śānē, javā prabhu pāsē, jyāṁ ē tō tārā nē tārā chē
nathī kāṁī tārāthī ē judā chē, ē sāthēnē sāthē, jyāṁ ē tō tārā nē tārā chē
rahējē viśvāsē tuṁ ēnā, nā ēmāṁ tuṁ pastāśē, jyāṁ ē tō tārā nē tārā chē
sācā, khōṭā badhā kāmamāṁ rahyāṁ ē tō sāthē, jyāṁ ē tō tārā nē tārā chē
kṣaṇa mātra rahyāṁ kē nā paḍayā tārāthī tō judā, jyāṁ ē tō tārā nē tārā chē
harēka karma tārā chē ēnī najaramāṁ, rākhyā nā najara bahāra tanē, jyāṁ ē tō tārā nē tārā chē
karī māpha tārī bhūlō, karatānē karatā rahyāṁ māpha bhūlō, jyāṁ ē tō tārā nē tārā chē
rahyāṁ chē rāha jōtā tārī, jāṇī ēnī pāsē kyārē tuṁ āvē, jyāṁ ē tō tārā nē tārā chē
khōṭā udhāmā karī tuṁ duḥkhī thāya, nā duḥkhī tanē jōī śakē, jyāṁ ē tō tārā nē tārā chē
bhūlī bhūlī ēnē rahēvuṁ tō jagamāṁ, tārā vinā nā ē rahī śakē, jyāṁ ē tō tārā nē tārā chē
|