1986-08-07
1986-08-07
1986-08-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1981
હૈયાને તાંતણે, તાંતણે માડી વણાયો છે તાંતણો તારી સાથે રે
હૈયાને તાંતણે, તાંતણે માડી વણાયો છે તાંતણો તારી સાથે રે
તારી લીલામાં અટવાવી, માડી જોજે તૂટે ના એ તો આજ રે
મુસીબતથી એ આવ્યું છે, મનડું મારું નથી પાસ રે
તારી લીલામાં અટવાવી માડી, જોજે ભાગે ના એ તો આજ રે
યત્નો કર્યા છે મન શાંત કરવા, એને સદાય મારી માત રે
હવે બીજે ના દોડે, ધ્યાનમાં લેજે માડી મારી આ વાત રે
કંઈક જન્મો વીત્યા, માનવતન પામ્યો તારી કૃપાથી આજ રે
યત્નો મારા અધૂરા ના રાખજે, તને પામવાને કાજ રે
આશાઓ હૈયે જન્મે ઘણી, કરજે પૂરી તુજ દર્શનની આશ રે
નથી જીરવાતી હવે, જ્યાં જાગી છે માડી તુજ દર્શનની પ્યાસ રે
માફ કરી માડી, ભૂલો મારી અટકાવજે, મારી માત રે
કૃપા કરી, હૈયે ધરજે સદાય, તું આ મારી વાત રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyānē tāṁtaṇē, tāṁtaṇē māḍī vaṇāyō chē tāṁtaṇō tārī sāthē rē
tārī līlāmāṁ aṭavāvī, māḍī jōjē tūṭē nā ē tō āja rē
musībatathī ē āvyuṁ chē, manaḍuṁ māruṁ nathī pāsa rē
tārī līlāmāṁ aṭavāvī māḍī, jōjē bhāgē nā ē tō āja rē
yatnō karyā chē mana śāṁta karavā, ēnē sadāya mārī māta rē
havē bījē nā dōḍē, dhyānamāṁ lējē māḍī mārī ā vāta rē
kaṁīka janmō vītyā, mānavatana pāmyō tārī kr̥pāthī āja rē
yatnō mārā adhūrā nā rākhajē, tanē pāmavānē kāja rē
āśāō haiyē janmē ghaṇī, karajē pūrī tuja darśananī āśa rē
nathī jīravātī havē, jyāṁ jāgī chē māḍī tuja darśananī pyāsa rē
māpha karī māḍī, bhūlō mārī aṭakāvajē, mārī māta rē
kr̥pā karī, haiyē dharajē sadāya, tuṁ ā mārī vāta rē
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji is in deep prayer and requesting the Divine Mother to support him in his spiritual journey.
Kakaji requests,
The strings of my heart O'Mother, are tied up with your strings.
I am stuck up in your illusions, see that it does not brake today.
It has come out from many difficulties, my mind is not near me.
Stuck up in your illusions see that it does not run away.
I am trying hard to keep my mind in peace, support me O'Mother.
Now don't go anywhere else, keep in your consideration my request O'Mother
Many births are spent, then I got this human body by your grace today.
Don't keep my efforts incomplete, to get you is my only motive.
Many aspirations and hopes are born in my heart, fulfill it by giving your vision.
Now I can't bear the thirst for your vision awakened.
Forgive me, prevent me from making mistakes.
Put your grace, I plead you to hold my consideration always in your heart.
|