Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4502 | Date: 17-Jan-1993
મુક્ત થયા વિના મુક્તિ કાંઈ મળતી નથી
Mukta thayā vinā mukti kāṁī malatī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4502 | Date: 17-Jan-1993

મુક્ત થયા વિના મુક્તિ કાંઈ મળતી નથી

  No Audio

mukta thayā vinā mukti kāṁī malatī nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-01-17 1993-01-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=2 મુક્ત થયા વિના મુક્તિ કાંઈ મળતી નથી મુક્ત થયા વિના મુક્તિ કાંઈ મળતી નથી,

    ચિંતાઓ છોડયા વિના ચિંતાઓ છૂટતી નથી

કાંઈ કર્યા વિના ફળ એનું કાંઈ મળતું નથી,

    સંયમ ને ધીરજ વિના ધ્યેય સિદ્ધ થાતું નથી

પ્રભુ ઇચ્છા વિના તો કાંઈ થાતું નથી,

    પ્રભુ કૃપા વિના ડગલું જગમાં તો ભરાતું નથી

પાપને તો કાંઈ પુણ્ય જીવનમાં કહેવાતું નથી,

    જીવનમાં વેરને તો કાંઈ પ્રેમ ગણાતો નથી

અંતર તોડયા વિના કાંઈ અંતર ઘટતું નથી,

    નજર સાફ કર્યા વિના સ્પષ્ટ દેખાવાનું નથી

કોઈના વિના જગમાં કોઈનું કાંઈ અટક્યું નથી,

    આત્મા વિના તો કોઈ ખોળિયું તો ટક્યું નથી

એક થયા વિના તો એક્તા કાંઈ રહી નથી,

    મારાપણું ત્યજ્યા વિના, જુદાઈ મીટતી નથી

બંધનો તોડયા વિના જનમફેરા અટક્યા નથી,

    નિર્મળતા વિના પ્રભુ કાંઈ પાસે આવતા નથી

હૈયું ને નજર મળ્યા વિના ઓળખાણ થાતી નથી,

    સ્વાર્થ છોડયા વિના મૈત્રી કાંઈ ટકતી નથી

પ્રભુની રાહે ચાલ્યા વિના પ્રભુ મળવાના નથી,

    નિર્દોષતા ને સરળતા વિના રાહ મળતી નથી
View Original Increase Font Decrease Font


મુક્ત થયા વિના મુક્તિ કાંઈ મળતી નથી,

    ચિંતાઓ છોડયા વિના ચિંતાઓ છૂટતી નથી

કાંઈ કર્યા વિના ફળ એનું કાંઈ મળતું નથી,

    સંયમ ને ધીરજ વિના ધ્યેય સિદ્ધ થાતું નથી

પ્રભુ ઇચ્છા વિના તો કાંઈ થાતું નથી,

    પ્રભુ કૃપા વિના ડગલું જગમાં તો ભરાતું નથી

પાપને તો કાંઈ પુણ્ય જીવનમાં કહેવાતું નથી,

    જીવનમાં વેરને તો કાંઈ પ્રેમ ગણાતો નથી

અંતર તોડયા વિના કાંઈ અંતર ઘટતું નથી,

    નજર સાફ કર્યા વિના સ્પષ્ટ દેખાવાનું નથી

કોઈના વિના જગમાં કોઈનું કાંઈ અટક્યું નથી,

    આત્મા વિના તો કોઈ ખોળિયું તો ટક્યું નથી

એક થયા વિના તો એક્તા કાંઈ રહી નથી,

    મારાપણું ત્યજ્યા વિના, જુદાઈ મીટતી નથી

બંધનો તોડયા વિના જનમફેરા અટક્યા નથી,

    નિર્મળતા વિના પ્રભુ કાંઈ પાસે આવતા નથી

હૈયું ને નજર મળ્યા વિના ઓળખાણ થાતી નથી,

    સ્વાર્થ છોડયા વિના મૈત્રી કાંઈ ટકતી નથી

પ્રભુની રાહે ચાલ્યા વિના પ્રભુ મળવાના નથી,

    નિર્દોષતા ને સરળતા વિના રાહ મળતી નથી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mukta thayā vinā mukti kāṁī malatī nathī,

ciṁtāō chōḍayā vinā ciṁtāō chūṭatī nathī

kāṁī karyā vinā phala ēnuṁ kāṁī malatuṁ nathī,

saṁyama nē dhīraja vinā dhyēya siddha thātuṁ nathī

prabhu icchā vinā tō kāṁī thātuṁ nathī,

prabhu kr̥pā vinā ḍagaluṁ jagamāṁ tō bharātuṁ nathī

pāpanē tō kāṁī puṇya jīvanamāṁ kahēvātuṁ nathī,

jīvanamāṁ vēranē tō kāṁī prēma gaṇātō nathī

aṁtara tōḍayā vinā kāṁī aṁtara ghaṭatuṁ nathī,

najara sāpha karyā vinā spaṣṭa dēkhāvānuṁ nathī

kōīnā vinā jagamāṁ kōīnuṁ kāṁī aṭakyuṁ nathī,

ātmā vinā tō kōī khōliyuṁ tō ṭakyuṁ nathī

ēka thayā vinā tō ēktā kāṁī rahī nathī,

mārāpaṇuṁ tyajyā vinā, judāī mīṭatī nathī

baṁdhanō tōḍayā vinā janamaphērā aṭakyā nathī,

nirmalatā vinā prabhu kāṁī pāsē āvatā nathī

haiyuṁ nē najara malyā vinā ōlakhāṇa thātī nathī,

svārtha chōḍayā vinā maitrī kāṁī ṭakatī nathī

prabhunī rāhē cālyā vinā prabhu malavānā nathī,

nirdōṣatā nē saralatā vinā rāha malatī nathī
Scan Image

Gujarati Bhajan no. 4502 by Satguru Devendra Ghia - Kaka
First...449844994500...Last