Hymn No. 4996 | Date: 16-Oct-1993
છે હૈયું મારું તો અનોખું અનોખું, ન જાણે એમાં છે શું શું ભર્યું
chē haiyuṁ māruṁ tō anōkhuṁ anōkhuṁ, na jāṇē ēmāṁ chē śuṁ śuṁ bharyuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1993-10-16
1993-10-16
1993-10-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=496
છે હૈયું મારું તો અનોખું અનોખું, ન જાણે એમાં છે શું શું ભર્યું
છે હૈયું મારું તો અનોખું અનોખું, ન જાણે એમાં છે શું શું ભર્યું
કદી ભાવમાં તરબોળ એ તો રહેતું, કદી ધિક્કારમાં એ ડૂબી ગયું
ભલે નથી એ તો દેખાતું, પણ સંવેદનાને સંવેદના એ અનુભવતું
જ્યારે સાથને સાથ, દેવા એ તો લાગ્યું, ન જાણે ક્યાંને ક્યાં એ પહોંચાડતું
ના મને એના વિના તો ચાલતું, મારા ભાવોનું સ્થાન તો એ ગણાતું
સાચવી સાચવી રાખ્યું ઘણું રે એને, ન જાણે પાછું, ક્યાંને ક્યાં, ખેંચાઈ એ જાતું
કરી સાચવી સાચવી ચોખ્ખું એને, પાછું જલદી જલદી, મેલું એ તો થઈ જાતું
કદી દુઃખ દર્દમાં ડૂબી જાતું, કદી સુખમાં મહાલતું, ન જાણે ક્યારે એ શું કરતું
જ્યારે મન પાછળ રહે એ દોડતું, બની બેહાલ, પાછું દુઃખી એ થઈ જાતું
ભારને ભારથી દબાઈ એ જાતું, મળી જાય સ્થાન જ્યાં, ખાલી ત્યાં એ થઈ જાતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē haiyuṁ māruṁ tō anōkhuṁ anōkhuṁ, na jāṇē ēmāṁ chē śuṁ śuṁ bharyuṁ
kadī bhāvamāṁ tarabōla ē tō rahētuṁ, kadī dhikkāramāṁ ē ḍūbī gayuṁ
bhalē nathī ē tō dēkhātuṁ, paṇa saṁvēdanānē saṁvēdanā ē anubhavatuṁ
jyārē sāthanē sātha, dēvā ē tō lāgyuṁ, na jāṇē kyāṁnē kyāṁ ē pahōṁcāḍatuṁ
nā manē ēnā vinā tō cālatuṁ, mārā bhāvōnuṁ sthāna tō ē gaṇātuṁ
sācavī sācavī rākhyuṁ ghaṇuṁ rē ēnē, na jāṇē pāchuṁ, kyāṁnē kyāṁ, khēṁcāī ē jātuṁ
karī sācavī sācavī cōkhkhuṁ ēnē, pāchuṁ jaladī jaladī, mēluṁ ē tō thaī jātuṁ
kadī duḥkha dardamāṁ ḍūbī jātuṁ, kadī sukhamāṁ mahālatuṁ, na jāṇē kyārē ē śuṁ karatuṁ
jyārē mana pāchala rahē ē dōḍatuṁ, banī bēhāla, pāchuṁ duḥkhī ē thaī jātuṁ
bhāranē bhārathī dabāī ē jātuṁ, malī jāya sthāna jyāṁ, khālī tyāṁ ē thaī jātuṁ
|