1994-05-04
1994-05-04
1994-05-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=748
બળતું જ્યાં છે, બળતું જાય છે, સહુનું જીવન તો બળતું જાય છે
બળતું જ્યાં છે, બળતું જાય છે, સહુનું જીવન તો બળતું જાય છે
સ્વાર્થમાં જીવન સહુનું બળતું જાય છે, ઘણું ઘણું એમાં તો હોમાય છે
શાંતિ જગમાં સહુની હોમાય છે, જગ શાંતિવિહોણું તો બનતું જાય છે
માનવ-જીવનની રાખ થાય છે એમાં, એવી રાખમાંથી સુખ તો શોધાય છે
સબંધો સ્થપાતા ને બગડતા, એમાં ને એમાં તો જાય છે
મૃગજળ સમ દૃશ્યો જીવનમાં, એમાં ને એમાં, ઊભું એ તો કરતું જાય છે
કંઈક આશાઓ જગાવી જીવનમાં, જીવનમાં નષ્ટ એને એ કરતું જાય છે
ભળી જાય જ્યાં એ પ્રેમમાં, પ્રેમમાં પણ દુર્ગંધ ફેલાવી એની જાય છે
હર્યાભર્યા જીવનને એ તો, જગમાં રાખ ને રાખ તો કરતું જાય છે
આવા સ્વાર્થને રાખજો દૂર જીવનમાંથી, જીવનને એ તો સળગાવી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
balatuṁ jyāṁ chē, balatuṁ jāya chē, sahunuṁ jīvana tō balatuṁ jāya chē
svārthamāṁ jīvana sahunuṁ balatuṁ jāya chē, ghaṇuṁ ghaṇuṁ ēmāṁ tō hōmāya chē
śāṁti jagamāṁ sahunī hōmāya chē, jaga śāṁtivihōṇuṁ tō banatuṁ jāya chē
mānava-jīvananī rākha thāya chē ēmāṁ, ēvī rākhamāṁthī sukha tō śōdhāya chē
sabaṁdhō sthapātā nē bagaḍatā, ēmāṁ nē ēmāṁ tō jāya chē
mr̥gajala sama dr̥śyō jīvanamāṁ, ēmāṁ nē ēmāṁ, ūbhuṁ ē tō karatuṁ jāya chē
kaṁīka āśāō jagāvī jīvanamāṁ, jīvanamāṁ naṣṭa ēnē ē karatuṁ jāya chē
bhalī jāya jyāṁ ē prēmamāṁ, prēmamāṁ paṇa durgaṁdha phēlāvī ēnī jāya chē
haryābharyā jīvananē ē tō, jagamāṁ rākha nē rākha tō karatuṁ jāya chē
āvā svārthanē rākhajō dūra jīvanamāṁthī, jīvananē ē tō salagāvī jāya chē
|