1994-08-16
1994-08-16
1994-08-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=930
કહેવા દેજે રે, કહેવા દેજે રે મને, આજે રે તું, ઓ મારા અંતર્યામી

કરતો રહ્યો હું જીવનમાં, જ્યાં ખોટું ને ખોટું, શાને દીધો ના મને તેં રોકી - ઓ મારા...
વિકારો ને વિકારો રહ્યા મને બહેકાવી, શાને દીધા ના એને તેં ભગાડી - ઓ મારા..
ઇચ્છાઓ રહી હતી જીવનમાં મને તાણી, શાને સ્થિરતા મને ના તેં દીધી - ઓ મારા..
ભાવોમાં તૂટતો જાતો હતેં જીવનમાં, શાને શુદ્ધ ભાવો દીધા ના તેં ભરી - ઓ મારા..
ફરતું ને ફરતું મન તો ફરતું રહ્યું, શાને દીધું ના એને તો તેં સંભાળી - ઓ મારા..
દુઃખદર્દમાં રાખી મને તો ડુબાડી, શાને શક્તિ મારી એમાં તો તેં ઘટાડી - ઓ મારા..
ભાગ્યની રેખા કરી લાંબી-ટૂંકી, શાને ખેલ તેં મને દીધા ખેલાવી - ઓ મારા...
હૈયામાં મારા તો તારા વિશ્વાસને, શાને દીધો એને તો તેં હચમચાવી - ઓ મારા...
અંતરમાં રહી લે છે બધું તું જાણી, શાને નથી દેતો પહેલાં મને તું અટકાવી - ઓ મારા...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahēvā dējē rē, kahēvā dējē rē manē, ājē rē tuṁ, ō mārā aṁtaryāmī
karatō rahyō huṁ jīvanamāṁ, jyāṁ khōṭuṁ nē khōṭuṁ, śānē dīdhō nā manē tēṁ rōkī - ō mārā...
vikārō nē vikārō rahyā manē bahēkāvī, śānē dīdhā nā ēnē tēṁ bhagāḍī - ō mārā..
icchāō rahī hatī jīvanamāṁ manē tāṇī, śānē sthiratā manē nā tēṁ dīdhī - ō mārā..
bhāvōmāṁ tūṭatō jātō hatēṁ jīvanamāṁ, śānē śuddha bhāvō dīdhā nā tēṁ bharī - ō mārā..
pharatuṁ nē pharatuṁ mana tō pharatuṁ rahyuṁ, śānē dīdhuṁ nā ēnē tō tēṁ saṁbhālī - ō mārā..
duḥkhadardamāṁ rākhī manē tō ḍubāḍī, śānē śakti mārī ēmāṁ tō tēṁ ghaṭāḍī - ō mārā..
bhāgyanī rēkhā karī lāṁbī-ṭūṁkī, śānē khēla tēṁ manē dīdhā khēlāvī - ō mārā...
haiyāmāṁ mārā tō tārā viśvāsanē, śānē dīdhō ēnē tō tēṁ hacamacāvī - ō mārā...
aṁtaramāṁ rahī lē chē badhuṁ tuṁ jāṇī, śānē nathī dētō pahēlāṁ manē tuṁ aṭakāvī - ō mārā...
|