Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4510 | Date: 19-Jan-1993
શાને રે ગણે છે તને રે તું તો જગમાં મોટો ને મોટો
Śānē rē gaṇē chē tanē rē tuṁ tō jagamāṁ mōṭō nē mōṭō

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 4510 | Date: 19-Jan-1993

શાને રે ગણે છે તને રે તું તો જગમાં મોટો ને મોટો

  Audio

śānē rē gaṇē chē tanē rē tuṁ tō jagamāṁ mōṭō nē mōṭō

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1993-01-19 1993-01-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=10 શાને રે ગણે છે તને રે તું તો જગમાં મોટો ને મોટો શાને રે ગણે છે તને રે તું તો જગમાં મોટો ને મોટો

પડતો ને પડતો રહ્યો છે કંઈક વાતોમાં તો તું ખોટો ને ખોટો

હટાવી નથી શક્યો ભાવો ખોટા તારા, રહ્યો છે એમાં તું હારતો ને હારતો

રહ્યાં છે નડતાં વિકારો તને તારા, નથી દૂર એને તો તું કરી શક્તો

માને છે તને તું સામર્થ્યનું પૂતળું, સંજોગો સામે મીણ તું થઈ જાતો

મેળવી ના શક્તો કાબૂ મન પર, રહ્યો નચાવ્યો એનો તું નાચતો

પૂરું કરવા તારું નાકે દમ આવે, જગનું પૂરું તો તું નથી કરતો

તારા ને તારા પણ જગમાં, નથી તારા તો તું રાખી શક્તો

જીવનમાં ઉકેલી નથી શક્તો ઉકેલો તારા, નથી એને ઉકેલી શક્તો

તોડી નથી શક્યો જ્યાં વાડા રે તારા, વાડામાંને વાડામાં રહ્યો છે તું પુરાણો
https://www.youtube.com/watch?v=Er_IDjqP_vQ
View Original Increase Font Decrease Font

શાને રે ગણે છે તને રે તું તો જગમાં મોટો ને મોટો

પડતો ને પડતો રહ્યો છે કંઈક વાતોમાં તો તું ખોટો ને ખોટો

હટાવી નથી શક્યો ભાવો ખોટા તારા, રહ્યો છે એમાં તું હારતો ને હારતો

રહ્યાં છે નડતાં વિકારો તને તારા, નથી દૂર એને તો તું કરી શક્તો

માને છે તને તું સામર્થ્યનું પૂતળું, સંજોગો સામે મીણ તું થઈ જાતો

મેળવી ના શક્તો કાબૂ મન પર, રહ્યો નચાવ્યો એનો તું નાચતો

પૂરું કરવા તારું નાકે દમ આવે, જગનું પૂરું તો તું નથી કરતો

તારા ને તારા પણ જગમાં, નથી તારા તો તું રાખી શક્તો

જીવનમાં ઉકેલી નથી શક્તો ઉકેલો તારા, નથી એને ઉકેલી શક્તો

તોડી નથી શક્યો જ્યાં વાડા રે તારા, વાડામાંને વાડામાં રહ્યો છે તું પુરાણો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śānē rē gaṇē chē tanē rē tuṁ tō jagamāṁ mōṭō nē mōṭō

paḍatō nē paḍatō rahyō chē kaṁīka vātōmāṁ tō tuṁ khōṭō nē khōṭō

haṭāvī nathī śakyō bhāvō khōṭā tārā, rahyō chē ēmāṁ tuṁ hāratō nē hāratō

rahyāṁ chē naḍatāṁ vikārō tanē tārā, nathī dūra ēnē tō tuṁ karī śaktō

mānē chē tanē tuṁ sāmarthyanuṁ pūtaluṁ, saṁjōgō sāmē mīṇa tuṁ thaī jātō

mēlavī nā śaktō kābū mana para, rahyō nacāvyō ēnō tuṁ nācatō

pūruṁ karavā tāruṁ nākē dama āvē, jaganuṁ pūruṁ tō tuṁ nathī karatō

tārā nē tārā paṇa jagamāṁ, nathī tārā tō tuṁ rākhī śaktō

jīvanamāṁ ukēlī nathī śaktō ukēlō tārā, nathī ēnē ukēlī śaktō

tōḍī nathī śakyō jyāṁ vāḍā rē tārā, vāḍāmāṁnē vāḍāmāṁ rahyō chē tuṁ purāṇō
Scan Image

Gujarati Bhajan no. 4510 by Satguru Devendra Ghia - Kaka

First...450745084509...Last