|
View Original |
|
મારા મનના રે ઉચાટ, મારા હૈયાંના રે ગભરાટ
હરી લે છે, હરી લે છે એ તો, મારા જીવનની રે શાંતિ
મારા હૈયાંમાં જીવનની રે કડવાશ, મારા મનડાંના રઘવાટ
મારા જીવનના રે કકળાટ, મારા ભાગ્યની રઝળપાટ
વિપરીત સંજોગોની ધમધમાટ, મારી નિરાશાઓનો ઊકળાટ
જીવનમાં માયાનો ઝગઝગાટ, જીવનમાં એના રે પ્રત્યાઘાત
હૈયાંમાં કામવાસનાનો સળવળાટ, ચાલે ના ગાડી ત્યાં સડસડાટ
જીવનનો ખોટો થનગનાટ, જીવનના તોફાની વાયરાની લપડાક
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)