1986-10-07
1986-10-07
1986-10-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11541
ભૂલો અન્યમાં સદા તું ગોતી રહ્યો છે
ભૂલો અન્યમાં સદા તું ગોતી રહ્યો છે
તારી ભૂલોથી સદા અજ્ઞાત તો તું રહ્યો છે
પરિચય અન્યનો તું શોધી રહ્યો છે શાને
તારો પરિચય, તુજને નથી સાચો જ્યારે
અન્યના ક્રોધને જ્યાં તું સદા વખોડી રહ્યો છે
જોજે વિચારી મનમાં, ક્યારે ને ક્યારે એમાં તું સરકી ગયો છે - પરિચય...
અન્યના વૈરથી તું અકળાઈ ઊઠયો છે
હૈયાના વૈરથી કેમ તું ભરમાઈ ગયો છે - પરિચય...
અન્યના દુઃખદર્દની ઉપેક્ષા તું કરી રહ્યો છે
તારા દુઃખથી તું કેમ રડી રહ્યો છે - પરિચય...
મારું-મારું કરી, માયાથી બંધાઈ રહ્યો છે
માયા જરા હટતાં, બેબાકળો તું કેમ બની ગયો છે - પરિચય...
સ્મશાને કંઈકને તું પહોંચાડી આવ્યો છે
સ્મશાન સર્વનો અંતિમ વિશ્રામ બની રહ્યો છે - પરિચય...
અન્યના દુઃખથી તું દૂર ને દૂર રહ્યો છે
તારા દુઃખદર્દને રડવાનો શું અધિકાર રહ્યો છે - પરિચય...
ભાવ તારા હૈયાના, જ્યાં તું સૂકવી રહ્યો છે
પ્રભુભાવમાં ડૂબવા, અશક્ત તું બની ગયો છે - પરિચય...
જિંદગીભર અન્યને તું જ્યાં ડરાવી રહ્યો છે
મૃત્યુનો ડર તો સદા તને ડરાવી રહ્યો છે - પરિચય...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભૂલો અન્યમાં સદા તું ગોતી રહ્યો છે
તારી ભૂલોથી સદા અજ્ઞાત તો તું રહ્યો છે
પરિચય અન્યનો તું શોધી રહ્યો છે શાને
તારો પરિચય, તુજને નથી સાચો જ્યારે
અન્યના ક્રોધને જ્યાં તું સદા વખોડી રહ્યો છે
જોજે વિચારી મનમાં, ક્યારે ને ક્યારે એમાં તું સરકી ગયો છે - પરિચય...
અન્યના વૈરથી તું અકળાઈ ઊઠયો છે
હૈયાના વૈરથી કેમ તું ભરમાઈ ગયો છે - પરિચય...
અન્યના દુઃખદર્દની ઉપેક્ષા તું કરી રહ્યો છે
તારા દુઃખથી તું કેમ રડી રહ્યો છે - પરિચય...
મારું-મારું કરી, માયાથી બંધાઈ રહ્યો છે
માયા જરા હટતાં, બેબાકળો તું કેમ બની ગયો છે - પરિચય...
સ્મશાને કંઈકને તું પહોંચાડી આવ્યો છે
સ્મશાન સર્વનો અંતિમ વિશ્રામ બની રહ્યો છે - પરિચય...
અન્યના દુઃખથી તું દૂર ને દૂર રહ્યો છે
તારા દુઃખદર્દને રડવાનો શું અધિકાર રહ્યો છે - પરિચય...
ભાવ તારા હૈયાના, જ્યાં તું સૂકવી રહ્યો છે
પ્રભુભાવમાં ડૂબવા, અશક્ત તું બની ગયો છે - પરિચય...
જિંદગીભર અન્યને તું જ્યાં ડરાવી રહ્યો છે
મૃત્યુનો ડર તો સદા તને ડરાવી રહ્યો છે - પરિચય...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhūlō anyamāṁ sadā tuṁ gōtī rahyō chē
tārī bhūlōthī sadā ajñāta tō tuṁ rahyō chē
paricaya anyanō tuṁ śōdhī rahyō chē śānē
tārō paricaya, tujanē nathī sācō jyārē
anyanā krōdhanē jyāṁ tuṁ sadā vakhōḍī rahyō chē
jōjē vicārī manamāṁ, kyārē nē kyārē ēmāṁ tuṁ sarakī gayō chē - paricaya...
anyanā vairathī tuṁ akalāī ūṭhayō chē
haiyānā vairathī kēma tuṁ bharamāī gayō chē - paricaya...
anyanā duḥkhadardanī upēkṣā tuṁ karī rahyō chē
tārā duḥkhathī tuṁ kēma raḍī rahyō chē - paricaya...
māruṁ-māruṁ karī, māyāthī baṁdhāī rahyō chē
māyā jarā haṭatāṁ, bēbākalō tuṁ kēma banī gayō chē - paricaya...
smaśānē kaṁīkanē tuṁ pahōṁcāḍī āvyō chē
smaśāna sarvanō aṁtima viśrāma banī rahyō chē - paricaya...
anyanā duḥkhathī tuṁ dūra nē dūra rahyō chē
tārā duḥkhadardanē raḍavānō śuṁ adhikāra rahyō chē - paricaya...
bhāva tārā haiyānā, jyāṁ tuṁ sūkavī rahyō chē
prabhubhāvamāṁ ḍūbavā, aśakta tuṁ banī gayō chē - paricaya...
jiṁdagībhara anyanē tuṁ jyāṁ ḍarāvī rahyō chē
mr̥tyunō ḍara tō sadā tanē ḍarāvī rahyō chē - paricaya...
English Explanation |
|
In this Gujarati Bhajan he is talking about the hard core truth, that as humans we always try to find out faults in others but don't bother to see our own weaknesses.
Kakaji explains
You are always trying to find out mistakes in others.
You have always been unknown from your own mistakes.
Why are you looking out for others introduction, when you yourself is not introduced to your true self.
Why do you keep on condemning the wrath of others. Think about it for a while in your mind, somewhere you have slipped into it.
You have been frustrated by the enemity of others.
With the enemity filled in your heart you are living your life in delusions.
Why are you neglecting the pain of others.
Why are you possessed so much of all your materialistic things, keep on crying saying my, my getting tied up in emotions.
As illusions leaves a bit, why do you become frantic.
You have gone and delivered so many at the crematorium. By saying this Kakaji is explaining that, still we don't understand the power of illusions and are entangled in it.
The cemetery is the final rest of all.
Becoming emotionless you are staying away from the suffering of others.
Then where do you have the right to cry over your pain.
Then why are you drying your emotions. To drown in the Divines emotions you have become weak.
Your whole life you have spent scaring others.
And now the fear of death is always scaring you.
|
|