1986-12-18
1986-12-18
1986-12-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11644
પાપના ખર્ચાએ, મારા પુણ્યનું પાસું ઘસાતું રહ્યું
પાપના ખર્ચાએ, મારા પુણ્યનું પાસું ઘસાતું રહ્યું
તોય હું તો ના ચેત્યો, પુણ્ય તો મારું ખર્ચાઈ ગયું
સુખમાં સુખની કિંમત ના થઈ, દુઃખમાં સમજાઈ ગયું
કોણ મારું, કોણ પરાયું, દુઃખમાં એ સમજાઈ ગયું
કદમ કદમ પર કાંટા મળ્યાં, ફૂલની કિંમત સમજાઈ ગઈ
તરસ્યો થાતાં પાણી ન મળતાં, કિંમત જળની સમજાઈ ગઈ
માન ન જાળવ્યું કોઈનું, અપમાનથી એ સમજાઈ ગયું
દયાની કિંમત ના કરી, જરૂરિયાતે એ સમજાઈ ગયું
દુઃખમાં હું તો રડતો રહ્યો, હાસ્યની કિંમત સમજાઈ ગઈ
રાહતને રાહત ના સમજ્યો, સમયે એ સમજાઈ ગયું
પુણ્યપંથની સૂઝ તો મારી, સંજોગ બધા ઉખાડી ગયું
સમયે સાન શીખવી દીધી, પગ પુણ્યપંથે પરવારી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pāpanā kharcāē, mārā puṇyanuṁ pāsuṁ ghasātuṁ rahyuṁ
tōya huṁ tō nā cētyō, puṇya tō māruṁ kharcāī gayuṁ
sukhamāṁ sukhanī kiṁmata nā thaī, duḥkhamāṁ samajāī gayuṁ
kōṇa māruṁ, kōṇa parāyuṁ, duḥkhamāṁ ē samajāī gayuṁ
kadama kadama para kāṁṭā malyāṁ, phūlanī kiṁmata samajāī gaī
tarasyō thātāṁ pāṇī na malatāṁ, kiṁmata jalanī samajāī gaī
māna na jālavyuṁ kōīnuṁ, apamānathī ē samajāī gayuṁ
dayānī kiṁmata nā karī, jarūriyātē ē samajāī gayuṁ
duḥkhamāṁ huṁ tō raḍatō rahyō, hāsyanī kiṁmata samajāī gaī
rāhatanē rāhata nā samajyō, samayē ē samajāī gayuṁ
puṇyapaṁthanī sūjha tō mārī, saṁjōga badhā ukhāḍī gayuṁ
samayē sāna śīkhavī dīdhī, paga puṇyapaṁthē paravārī gayuṁ
English Explanation |
|
In this beautiful bhajan of life lesson, Shri Devendra Ghia( kaka) is explaining how one does not appreciate or value all the good fortunes given to him in life. Everything good comes your way with either your good Karmas (actions) or by the grace of Divine. And, one doesn't have appreciation for either. One doesn't even realise that the blessings of your good deeds are getting wiped out by bad acts and irresponsible behaviour. You understand the value of happiness when you are grieving, value of a true friend when you are alone, value of opportunities when you are faced with adversities, value of water when you are thirsty, value of respect when you are insulted, value of kindness when you are in need, value of laughter when you are sad, value of good deeds when you are caught in burden of bad deeds.
Time is the only factor, which teaches everyone how effects of negativity perceives over positivity.
Kaka is saying that one should always value what is given to him. And give the best and act in good faith and kindness. What you give, comes BACK to you and more. Always remain thankful to God always.
|