1987-01-30
1987-01-30
1987-01-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11682
સમજ ઇશારો તું કુદરતનો, થોડામાં કહી જાયે ઘણું ઘણું
સમજ ઇશારો તું કુદરતનો, થોડામાં કહી જાયે ઘણું ઘણું
સપડાશે જો તું માયામાં, બનશે નીકળવું એમાંથી તો અઘરું
રાતદિવસ ગૂંથાશે એવો, વીતશે સમય, સમજાશે નહિ
સમજાશે કિંમત જ્યારે એની સમય હાથમાં તો રહેશે નહિ
દીધી છે બુદ્ધિ, ઇશારો પણ દેતી, વિચારી લેજે તું એ સમજી
મન તો દીધું છે મોટું, દેજે તો બધું એમાં સમાવી
વાત કરવા તો તને વાચા દીધી, કરજે ઉપયોગ તું તોલી તોલી
કર્મો કાજે તો તને હાથ દીધા છે, કરજે કર્મો તો સદા વિચારી
હૈયામાં તો ભાવ દીધા છે, સમજી લે પ્રભુ કાજે દીધી સીડી
સમજશે જો સાચો ઇશારો, જાશે તો મસ્તક સદા નમી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samaja iśārō tuṁ kudaratanō, thōḍāmāṁ kahī jāyē ghaṇuṁ ghaṇuṁ
sapaḍāśē jō tuṁ māyāmāṁ, banaśē nīkalavuṁ ēmāṁthī tō agharuṁ
rātadivasa gūṁthāśē ēvō, vītaśē samaya, samajāśē nahi
samajāśē kiṁmata jyārē ēnī samaya hāthamāṁ tō rahēśē nahi
dīdhī chē buddhi, iśārō paṇa dētī, vicārī lējē tuṁ ē samajī
mana tō dīdhuṁ chē mōṭuṁ, dējē tō badhuṁ ēmāṁ samāvī
vāta karavā tō tanē vācā dīdhī, karajē upayōga tuṁ tōlī tōlī
karmō kājē tō tanē hātha dīdhā chē, karajē karmō tō sadā vicārī
haiyāmāṁ tō bhāva dīdhā chē, samajī lē prabhu kājē dīdhī sīḍī
samajaśē jō sācō iśārō, jāśē tō mastaka sadā namī
English Explanation |
|
In this beautiful Gujarati bhajan, Shri Devendra Ghia, also called Pujya Kaka, our Guruji, is making us introspect and evaluate what all is given to us and how we should utilise it for our betterment and progress in spiritual path.
He is saying...
You need to understand the hint of this nature, it explains a lot in minimum.
If you get entangled in this illusion, it will be perplexing to come out of it.
Your day and night will get weaved in the net of illusion, and you will not even understand that precious time is passing away.
Eventually, when you will realize the value of time, there will be no time left.
You have been given intelligence to think and understand with correct thoughts, have been given beautiful heart to fill up with right emotions.
You have been given speech to talk, use It minimally and wisely.
You have been given hands to work, always do the right action with proper thoughts.
You have been given feelings in your heart, take it as a ladder to God.
If you understand the clues given to you, you will always bow down in humility.
Kaka is explaining that most humans pass their whole life immersed in this temporary illusion, not understanding that they have counted breaths in this lifetime. Only permanent aspect of this life is Divine. One needs to use every thing that is in their power, their thoughts, their karmas, their communication skills, their emotions, in the direction of Divine and nothing else.
|