1987-03-05
1987-03-05
1987-03-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11716
જડ આ શરીરમાં, રાખી છે `મા’ જ્યોત જે તારી જલતી
જડ આ શરીરમાં, રાખી છે `મા’ જ્યોત જે તારી જલતી
ભલે બુઝાયે જ્યારે એ તો, રાખજે તુજમાં ત્યારે તો સમાવી
જ્ઞાનકુંજમાં ભલે વિચારો રહે, મારા સદા તો વિહરી
ભરજે ના વિચારો એવા, દે જે મુજને તુજથી ભુલાવી
નથી સમ્યા પ્રાણ પ્રકૃતિના દ્વંદ્વો, દેજે સમાવી કૃપા કરી
પડયા છે હૈયે ભર્યા વિકારોના થરો, દેજે હૈયેથી હટાવી
પ્રેમ પાઈને નિત્ય તારો, દીધું છે હૈયું તો સદા ભીંજાવી
આંસુ હરખના ના મળે નયને, યાદ આવી જ્યાં તારી
કૃપા ગણું કેટલી તારી, સદા રહી છે તું એ વરસાવી
ભલે બુઝાયે જ્યોત જ્યારે, રાખજે ત્યારે તુજમાં દેજે સમાવી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jaḍa ā śarīramāṁ, rākhī chē `mā' jyōta jē tārī jalatī
bhalē bujhāyē jyārē ē tō, rākhajē tujamāṁ tyārē tō samāvī
jñānakuṁjamāṁ bhalē vicārō rahē, mārā sadā tō viharī
bharajē nā vicārō ēvā, dē jē mujanē tujathī bhulāvī
nathī samyā prāṇa prakr̥tinā dvaṁdvō, dējē samāvī kr̥pā karī
paḍayā chē haiyē bharyā vikārōnā tharō, dējē haiyēthī haṭāvī
prēma pāīnē nitya tārō, dīdhuṁ chē haiyuṁ tō sadā bhīṁjāvī
āṁsu harakhanā nā malē nayanē, yāda āvī jyāṁ tārī
kr̥pā gaṇuṁ kēṭalī tārī, sadā rahī chē tuṁ ē varasāvī
bhalē bujhāyē jyōta jyārē, rākhajē tyārē tujamāṁ dējē samāvī
English Explanation |
|
In this Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, also called Pujya Kaka, is requesting Divine Mother to keep his thoughts filled with only Divine Mother at the time of leaving his body.
He is praying...
In this mortal body the flame of your energy is burning, when it extinguishes, please make sure that I merge with you and become part of you.
Let my thoughts be wondering in my mind, but don't fill such thoughts that make me divert from your thoughts.
The conflict between breath and inherent self is not contained, please bestow grace and make them dilute.
Heart is filled with all bad attributes, please remove them from my heart and fill my heart only with only your love.
Cannot contain tears of joy when I think of you.
There is no way to measure your grace, which you have showered constantly.
When the flame of energy in me is extinguished, please make me merge with you and make me part of you.
Kaka is explaining that at the time of death of this body, whatever one remembers or thinks of, that only can
be attained. Therefore, it is utmost necessary to align life energy with divine energy at that time. Kaka is praying in simple words that please make me think of only you O Divine Mother, please make me feel only your love, and please allow me to merge with you and be part of you forever.
|