Hymn No. 6125 | Date: 22-Jan-1996
મન ફાવે તેમ જીવનમાં ના વરત તું, તારા મનને કાબૂમાં તું રાખ
mana phāvē tēma jīvanamāṁ nā varata tuṁ, tārā mananē kābūmāṁ tuṁ rākha
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1996-01-22
1996-01-22
1996-01-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12114
મન ફાવે તેમ જીવનમાં ના વરત તું, તારા મનને કાબૂમાં તું રાખ
મન ફાવે તેમ જીવનમાં ના વરત તું, તારા મનને કાબૂમાં તું રાખ
અંકાઈ જાશે જીવનમાં કિંમત તો તારી, જીવન તારું આંકી જાશે કિંમત તારી
હોય ના જેની સાથે તારે કાંઈ લેવા કે દેવા, તણાઈ જાય છે શાને તું એમાં
રાખવું હોય જો જીવનને કાબૂમાં તારે, રાખજે મનને ત્યારે તું કાબૂમાં
સ્થાપવા ના દેજે વર્ચસ્વ એનું, તારું વર્ચસ્વ એના ઉપર સ્થાપી દેજે
હોય ભલે સાથીદારો એના રે ઘણા, ગભરાઈ ના એમાં તો તું જાજે
છે ના ભલે એ સહેલું, નિરાશ ના થઈ જાજે, કાબૂમાં એને તું લેજે
માનજે ના તને તું એકલો, પ્રભુ સહાય સદા એમાં તો તને દેશે
નક્કી કરી લેજે રે તું મન છે તારું મોટું, કે વિશ્વાસ પ્રભુમાં છે મોટો
બનાવે ના મન તને માંદલો, તને એ બનાવે એ પહેલા, મનને માંદલો બનાવી દેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana phāvē tēma jīvanamāṁ nā varata tuṁ, tārā mananē kābūmāṁ tuṁ rākha
aṁkāī jāśē jīvanamāṁ kiṁmata tō tārī, jīvana tāruṁ āṁkī jāśē kiṁmata tārī
hōya nā jēnī sāthē tārē kāṁī lēvā kē dēvā, taṇāī jāya chē śānē tuṁ ēmāṁ
rākhavuṁ hōya jō jīvananē kābūmāṁ tārē, rākhajē mananē tyārē tuṁ kābūmāṁ
sthāpavā nā dējē varcasva ēnuṁ, tāruṁ varcasva ēnā upara sthāpī dējē
hōya bhalē sāthīdārō ēnā rē ghaṇā, gabharāī nā ēmāṁ tō tuṁ jājē
chē nā bhalē ē sahēluṁ, nirāśa nā thaī jājē, kābūmāṁ ēnē tuṁ lējē
mānajē nā tanē tuṁ ēkalō, prabhu sahāya sadā ēmāṁ tō tanē dēśē
nakkī karī lējē rē tuṁ mana chē tāruṁ mōṭuṁ, kē viśvāsa prabhumāṁ chē mōṭō
banāvē nā mana tanē māṁdalō, tanē ē banāvē ē pahēlā, mananē māṁdalō banāvī dējē
|