Hymn No. 6267 | Date: 24-May-1996
મુરઝાઈ જાય જીવનમાં હૈયું તો તારું, ઈલાજ એનો પહેલાં તું કરી લેજે
murajhāī jāya jīvanamāṁ haiyuṁ tō tāruṁ, īlāja ēnō pahēlāṁ tuṁ karī lējē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1996-05-24
1996-05-24
1996-05-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12256
મુરઝાઈ જાય જીવનમાં હૈયું તો તારું, ઈલાજ એનો પહેલાં તું કરી લેજે
મુરઝાઈ જાય જીવનમાં હૈયું તો તારું, ઈલાજ એનો પહેલાં તું કરી લેજે
પ્રેમામૃત વિના ના ખીલશે હૈયું તો તારું, સદા એને એ તું પાતો રહેજે
જીવનની તો શુષ્ક બાજીમાં, પ્રેમની છાંટણી થોડા થોડા એમાં તું છાંટતો રહેજે
ખીલી ઊઠે જ્યાં હૈયાંની કલીએ કલી, પૂર્ણપણે એને તો તું ખીલવા દેજે
મહેકતીને મહેકતી સદા એને તું રાખજે જીવનને એનાથી તો તું મહેકાવી દેજે
દુઃખ દર્દના કાંટા, ના વાગે તો એને, સુરક્ષિત વાડથી રક્ષણ એનું તું કરજે
હવાના ઝોકા વિખેરી ના જાય એને, ધ્યાન પૂરું એનું તો તું રાખતો રહેજે
છે જ્યાં એ હૈયું તો પાકું, પડશે કરવો ઇલાજ તારે, ઇલાજ એનો તું કરી લેજે
જીરવી ના શકે આઘાત એવા એને, તો ના દેજે, એવા આઘાતમાંથી બચાવી લેજે
તારા જીવનનું સત્ત્વનું છે કેન્દ્ર તારું, સંભાળ એની નીત બરાબર રાખતો રહેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
murajhāī jāya jīvanamāṁ haiyuṁ tō tāruṁ, īlāja ēnō pahēlāṁ tuṁ karī lējē
prēmāmr̥ta vinā nā khīlaśē haiyuṁ tō tāruṁ, sadā ēnē ē tuṁ pātō rahējē
jīvananī tō śuṣka bājīmāṁ, prēmanī chāṁṭaṇī thōḍā thōḍā ēmāṁ tuṁ chāṁṭatō rahējē
khīlī ūṭhē jyāṁ haiyāṁnī kalīē kalī, pūrṇapaṇē ēnē tō tuṁ khīlavā dējē
mahēkatīnē mahēkatī sadā ēnē tuṁ rākhajē jīvananē ēnāthī tō tuṁ mahēkāvī dējē
duḥkha dardanā kāṁṭā, nā vāgē tō ēnē, surakṣita vāḍathī rakṣaṇa ēnuṁ tuṁ karajē
havānā jhōkā vikhērī nā jāya ēnē, dhyāna pūruṁ ēnuṁ tō tuṁ rākhatō rahējē
chē jyāṁ ē haiyuṁ tō pākuṁ, paḍaśē karavō ilāja tārē, ilāja ēnō tuṁ karī lējē
jīravī nā śakē āghāta ēvā ēnē, tō nā dējē, ēvā āghātamāṁthī bacāvī lējē
tārā jīvananuṁ sattvanuṁ chē kēndra tāruṁ, saṁbhāla ēnī nīta barābara rākhatō rahējē
|