1996-10-19
1996-10-19
1996-10-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12413
નખશિખ છીએ પ્રભુ, અમે કૃતિ તો તારી, ના કોઈ અમને એનો તો ગમ છે

ઊતરીએ ઊણા કસોટીમાં અમે તો તારી, હૈયું અમારું ત્યારે ગમથી ભરપૂર છે
કરવું શું, શું ના કરવું જીવનમાં, જીવનમાં અમને, આ મુસીબત તો હરદમ છે
પ્રેમ તરસ્યું છે હૈયું અમારું, જીવનમાં ના કાંઈ એ પ્રેમથી છલોછલ છે
રહ્યાં છીએ કરતા સહન મુસીબતો, ના મુસીબતો જીવનમાં કાંઈ એ નવીન છે
હર પ્રેમમાં ઝળકે છે જ્યોત તારી, જગમાં ના તારા પ્રેમની તો કાંઈ કમી છે
સમજ્યા નથી સાચી રીતે પ્રભુ અમે તને, અમારી તો એજ મોટી ઉપાધિ છે
રાખી ઇજ્જત તેં તો અમારી, ભાગ્ય અમારું તો જ્યાં એને લૂંટવા બેઠું છે
શોધી રહ્યાં છીએ સાચો પ્રેમ તો જગમાં, મેળવી નથી શક્યા એનો ગમ છે
છે પૂર્ણતાની મૂર્તિ ભલે તું તો પ્રભુ, નથી જીવનમાં પૂર્ણ અમે એનો ગમ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nakhaśikha chīē prabhu, amē kr̥ti tō tārī, nā kōī amanē ēnō tō gama chē
ūtarīē ūṇā kasōṭīmāṁ amē tō tārī, haiyuṁ amāruṁ tyārē gamathī bharapūra chē
karavuṁ śuṁ, śuṁ nā karavuṁ jīvanamāṁ, jīvanamāṁ amanē, ā musībata tō haradama chē
prēma tarasyuṁ chē haiyuṁ amāruṁ, jīvanamāṁ nā kāṁī ē prēmathī chalōchala chē
rahyāṁ chīē karatā sahana musībatō, nā musībatō jīvanamāṁ kāṁī ē navīna chē
hara prēmamāṁ jhalakē chē jyōta tārī, jagamāṁ nā tārā prēmanī tō kāṁī kamī chē
samajyā nathī sācī rītē prabhu amē tanē, amārī tō ēja mōṭī upādhi chē
rākhī ijjata tēṁ tō amārī, bhāgya amāruṁ tō jyāṁ ēnē lūṁṭavā bēṭhuṁ chē
śōdhī rahyāṁ chīē sācō prēma tō jagamāṁ, mēlavī nathī śakyā ēnō gama chē
chē pūrṇatānī mūrti bhalē tuṁ tō prabhu, nathī jīvanamāṁ pūrṇa amē ēnō gama chē
|