1987-09-19
1987-09-19
1987-09-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12490
ખંડ-ખંડ ને નવખંડમાં માડી, તારો મહિમા ગવાય
ખંડ-ખંડ ને નવખંડમાં માડી, તારો મહિમા ગવાય
નામસ્મરણ કરતાં તારું, જગમાં પાપી પાવન થાય
નોરતે-નોરતે માડી, તારાં તેજ અનોખાં તો ફેલાય
તેજે-તેજે માડી, બાળુડાંના હૈયે ઉમંગ તો ઊભરાય
શેરીએ-શેરીએ ને ફળિએ-ફળિએ તારી ગરબીઓ રચાય
ગરબીએ સહુ ઘૂમી માડી, તારા ગુણલા તો ગાય
તારી ચેતના તો જગમાં રેલાય, સહુ ચેતનામાં નહાય
ઉમંગે-ઉમંગે સહુ ગરબા ગાતા, આનંદ ત્યાં તો ફેલાય
આશા સાથે સહુ કોઈ આવે, આશાઓ તો પૂરી થાય
નમન તને તો કરીને સહુ, ધન્ય-ધન્ય થઈ જાય
વરસભરનો થાક તો માડી, તારા નોરતે ઊતરી જાય
ઉલ્લાસે-ઉલ્લાસે હૈયું ભરી, નવપ્રભાત સરજી જાય
https://www.youtube.com/watch?v=RECHU2iuI60
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ખંડ-ખંડ ને નવખંડમાં માડી, તારો મહિમા ગવાય
નામસ્મરણ કરતાં તારું, જગમાં પાપી પાવન થાય
નોરતે-નોરતે માડી, તારાં તેજ અનોખાં તો ફેલાય
તેજે-તેજે માડી, બાળુડાંના હૈયે ઉમંગ તો ઊભરાય
શેરીએ-શેરીએ ને ફળિએ-ફળિએ તારી ગરબીઓ રચાય
ગરબીએ સહુ ઘૂમી માડી, તારા ગુણલા તો ગાય
તારી ચેતના તો જગમાં રેલાય, સહુ ચેતનામાં નહાય
ઉમંગે-ઉમંગે સહુ ગરબા ગાતા, આનંદ ત્યાં તો ફેલાય
આશા સાથે સહુ કોઈ આવે, આશાઓ તો પૂરી થાય
નમન તને તો કરીને સહુ, ધન્ય-ધન્ય થઈ જાય
વરસભરનો થાક તો માડી, તારા નોરતે ઊતરી જાય
ઉલ્લાસે-ઉલ્લાસે હૈયું ભરી, નવપ્રભાત સરજી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khaṁḍa-khaṁḍa nē navakhaṁḍamāṁ māḍī, tārō mahimā gavāya
nāmasmaraṇa karatāṁ tāruṁ, jagamāṁ pāpī pāvana thāya
nōratē-nōratē māḍī, tārāṁ tēja anōkhāṁ tō phēlāya
tējē-tējē māḍī, bāluḍāṁnā haiyē umaṁga tō ūbharāya
śērīē-śērīē nē phaliē-phaliē tārī garabīō racāya
garabīē sahu ghūmī māḍī, tārā guṇalā tō gāya
tārī cētanā tō jagamāṁ rēlāya, sahu cētanāmāṁ nahāya
umaṁgē-umaṁgē sahu garabā gātā, ānaṁda tyāṁ tō phēlāya
āśā sāthē sahu kōī āvē, āśāō tō pūrī thāya
namana tanē tō karīnē sahu, dhanya-dhanya thaī jāya
varasabharanō thāka tō māḍī, tārā nōratē ūtarī jāya
ullāsē-ullāsē haiyuṁ bharī, navaprabhāta sarajī jāya
English Explanation |
|
He is expressing...
In every expanses of land, O Divine Mother, The glory of yours is sung.
With chanting of your name, O Divine Mother, even the sinner gets blessed.
Every Norta (nine auspicious nights), O Divine Mother, your radiance is spread.
With the spread of your radiance, O Divine Mother, the joy is spread in every heart.
In every corner of the streets, clay lantern (Garbi-symbol of Divine energy) is lit up.
Every one is dancing (Garba) in circle around the clay lantern, and singing songs in praises of your virtues.
Your consciousness is spreading around the world, O Divine Mother, everyone is taking a dip in this Divine Consciousness.
Everyone is dancing with joy and happiness is spreading around.
Everyone is coming with hopes, and everyone ‘s hopes are fulfilled.
Everyone is bowing to you, O Divine Mother, and everyone is blessed.
The tiredness of the whole year seems to be just disappearing during Navratri ( festival of nine auspicious nights of Divine Mother).
Hearts are exhilarated and new beautiful morning is experienced.
Kaka is narrating the electrifying atmosphere of Navratri, and the vibrations felt during the festival of Divine Mother in this bhajan.
|