Hymn No. 5815 | Date: 12-Jun-1995
તું શું છે, તું શું નથી, ભાંજગડમાં તો એની, મારે પડવું નથી
tuṁ śuṁ chē, tuṁ śuṁ nathī, bhāṁjagaḍamāṁ tō ēnī, mārē paḍavuṁ nathī
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1995-06-12
1995-06-12
1995-06-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1303
તું શું છે, તું શું નથી, ભાંજગડમાં તો એની, મારે પડવું નથી
તું શું છે, તું શું નથી, ભાંજગડમાં તો એની, મારે પડવું નથી
તું જે છે, તેવો તો છે, મારે મન તું બધું છે, તું શું છે એ મારે જાણવું નથી
મારા ભાવોને જ્યાં તારામાં આસન મળે, મારા પ્રેમનો તો આધાર જ્યાં તું છે
મારે, તું શું છે, કાંઈ જાણવું નથી, એવી ભાંજગડમાં મારે પડવું નથી
યુગો યુગોથી રહ્યો છું તને શોધતો, શોધ મારી હજી પૂરી થઈ નથી - તું...
તારાને મારા ભાવો જ્યાં મળ્યા, બીજા ભાવોને મારે જાણવા નથી - તું...
બીજા ભાવોની ભાંજગડમાં, મારે તો પડવું નથી - તું...
તું રહે મારા દિલમાં, હું રહું જ્યાં તારા દિલમાં
સ્થાન બીજું મારે ગોતવું નથી, એની ભાંજગડમાં મારે પડવું નથીં - તું...
દર્દ જાગે જ્યાં દિલમાં, ખોલીશ દિલ હું તો પાસે તારી
દિલ બીજે ક્યાંય મારે ખોલવું નથી, એની ભાંજગડમાં મારે પડવું નથી - તું...
મળી ગઈ નજર જ્યાં તારી સાથે, મેળવી નજર તમે મારી સાથે
નજર બીજે ક્યાંય હવે મેળવવી નથી, એની ભાંજગડમાં મારે પડવું નથી - તું...
બીજા તેજોમાં મારે અંજાઈ જાવું નથી, તારા તેજ વિના મારે રહેવું નથી
તું શું છે, શું નથી, મનડું ભલે મારું ના કહે, તારું મનડું કહે છે શું, એ જાણ્યા વિના રહેવું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ śuṁ chē, tuṁ śuṁ nathī, bhāṁjagaḍamāṁ tō ēnī, mārē paḍavuṁ nathī
tuṁ jē chē, tēvō tō chē, mārē mana tuṁ badhuṁ chē, tuṁ śuṁ chē ē mārē jāṇavuṁ nathī
mārā bhāvōnē jyāṁ tārāmāṁ āsana malē, mārā prēmanō tō ādhāra jyāṁ tuṁ chē
mārē, tuṁ śuṁ chē, kāṁī jāṇavuṁ nathī, ēvī bhāṁjagaḍamāṁ mārē paḍavuṁ nathī
yugō yugōthī rahyō chuṁ tanē śōdhatō, śōdha mārī hajī pūrī thaī nathī - tuṁ...
tārānē mārā bhāvō jyāṁ malyā, bījā bhāvōnē mārē jāṇavā nathī - tuṁ...
bījā bhāvōnī bhāṁjagaḍamāṁ, mārē tō paḍavuṁ nathī - tuṁ...
tuṁ rahē mārā dilamāṁ, huṁ rahuṁ jyāṁ tārā dilamāṁ
sthāna bījuṁ mārē gōtavuṁ nathī, ēnī bhāṁjagaḍamāṁ mārē paḍavuṁ nathīṁ - tuṁ...
darda jāgē jyāṁ dilamāṁ, khōlīśa dila huṁ tō pāsē tārī
dila bījē kyāṁya mārē khōlavuṁ nathī, ēnī bhāṁjagaḍamāṁ mārē paḍavuṁ nathī - tuṁ...
malī gaī najara jyāṁ tārī sāthē, mēlavī najara tamē mārī sāthē
najara bījē kyāṁya havē mēlavavī nathī, ēnī bhāṁjagaḍamāṁ mārē paḍavuṁ nathī - tuṁ...
bījā tējōmāṁ mārē aṁjāī jāvuṁ nathī, tārā tēja vinā mārē rahēvuṁ nathī
tuṁ śuṁ chē, śuṁ nathī, manaḍuṁ bhalē māruṁ nā kahē, tāruṁ manaḍuṁ kahē chē śuṁ, ē jāṇyā vinā rahēvuṁ nathī
|