|
View Original |
|
ધોમધખતા સંસાર તાપમાં રે માડી
શીતળ છાયા તારી ધરી દે - રે માડી
ઊંચે ઊછળતા મોજે સંસાર રે માડી
નાવ મારી સંભાળી લે - રે માડી
લપસતી ધરતી પર, લપસતા મારા પગને રે માડી
લપસતાં આજ સંભાળી લે - રે માડી
કાદવકીચડ ભરેલા કૂવામાં રે માડી
પડતો મને બચાવી લે - રે માડી
ભાવો ને વૃત્તિની અથડામણમાં રે માડી
આજ મને બચાવી લે - રે માડી
ચારેકોર દેખાતા અંધકારને રે માડી
તારા પ્રકાશે હટાવી દે - રે માડી
ઘા પર ઘા રહે વાગતાં જગમાં રે માડી
કવચ તારું પહેરાવી દે - રે માડી
નત્મસ્તકે નમુ, તારા ચરણમાં રે માડી
તારા ચરણમાં રહેવા દે - રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)