1990-06-01
1990-06-01
1990-06-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13548
આવકારવા અન્ય હૈયાને, દ્વાર હૈયાના, તારા તો ખુલ્લા રાખજે

માણવા મીઠાશ તો હૈયાની, મીઠાશ હૈયામાં તો ભરી નાખજે
પામવા હૂંફ અન્યના હૈયાની, એક્તા હૈયાની તો સ્થાપજે
સુધારી શકે ભૂલો, તારી સુધારજે, ના અન્યને સુધારવા દોડજે
પહોંચ્યો નથી તું તારા સ્થાને, ના અન્ય ફિકર તો રાખજે
રાખી છે ફિકર કર્તાએ તો તારી, અન્યની ફિકર એ તો રાખશે
દિશા અને ગતિ સાચી હશે જો તારી, એમાં અન્ય ભી તો જોડાશે
બાંધી ગાંઠો ખોટી હૈયામાં, અન્યને આવકારવા ના દોડી જાજે
લાભ છે તારો, તારા લાભમાં, ના અન્યના લાભ સાથે ટકરાવજે
સર્જાઈ જાશે જ્યાં આ સ્થિતિ તારા હૈયાની, આનંદ હૈયે પથરાઈ જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvakāravā anya haiyānē, dvāra haiyānā, tārā tō khullā rākhajē
māṇavā mīṭhāśa tō haiyānī, mīṭhāśa haiyāmāṁ tō bharī nākhajē
pāmavā hūṁpha anyanā haiyānī, ēktā haiyānī tō sthāpajē
sudhārī śakē bhūlō, tārī sudhārajē, nā anyanē sudhāravā dōḍajē
pahōṁcyō nathī tuṁ tārā sthānē, nā anya phikara tō rākhajē
rākhī chē phikara kartāē tō tārī, anyanī phikara ē tō rākhaśē
diśā anē gati sācī haśē jō tārī, ēmāṁ anya bhī tō jōḍāśē
bāṁdhī gāṁṭhō khōṭī haiyāmāṁ, anyanē āvakāravā nā dōḍī jājē
lābha chē tārō, tārā lābhamāṁ, nā anyanā lābha sāthē ṭakarāvajē
sarjāī jāśē jyāṁ ā sthiti tārā haiyānī, ānaṁda haiyē patharāī jāśē
|