|
View Original |
|
રોકી રોકાશે ગતિ તો જ્યાં તારા મનની રે
ફળશે આશા તારી તો ત્યાં પ્રભુને મળવાની રે
શમી જાશે જ્યાં ઇચ્છાઓ બધી તારા મનની રે - ફળશે…
હટી જાશે વાસનામાંથી જ્યાં તારું તો મનડું રે - ફળશે…
નાચી ઊઠશે જ્યાં, રૂંવેરૂંવા તો તારા પ્રભુના નામથી રે - ફળશે…
શ્વાસે-શ્વાસે તો તારા ભરાશે જ્યાં શુદ્ધ ભાવના રે - ફળશે…
હટાવતો જાશે, કૂડકપટ તો જ્યાં તારા હૈયેથી રે - ફળશે…
પ્રભુમાં તો જ્યાં ઓતપ્રોત તું બનતો જાશે રે - ફળશે…
માત્રા તારી વિશ્વાસની વધતી ને સ્થિર થાતી જાશે રે - ફળશે…
પ્રભુને મળવાની, થઈ જાશે જ્યાં સાચી તૈયારી રે - ફળશે…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)