1995-07-22
1995-07-22
1995-07-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1365
નથી કાંઈ દૂર તું મારાથી, નથી કાંઈ દૂર હું તો તારાથી
નથી કાંઈ દૂર તું મારાથી, નથી કાંઈ દૂર હું તો તારાથી
મેળાપ તારો તોયે, હજી થયો નથી
છે તને મળવાની ઇચ્છા મારી, છે મને મળવાની ઇચ્છા તારી
છે પ્રેમ તારા કાજે, મારા હૈયાંમાં ભર્યો ભર્યો શું મારા કાજે પ્રેમ તારા હૈયાંમાં નથી
બનતી કોશિશે રાખી નથી ઊણપ ભાવોમાં, છે ખાત્રી મને, નથી ઊણપ તારા હૈયાંમાં
નજરમાં વસાવ્યો છે મેં તો તને, છીએ એકબીજાની તો નજર સામે
પડશે રાહ જોવી શું મારે સમયની, કે જોઈ રહ્યો છે રાહ તું પણ સમયની
સમય ભલે ખેલ ખેલાવી રહ્યો છે મને, શું એ ખેલ ખેલાવી રહ્યો છે તને
કરી નથી ફરિયાદ મેં તને તો મારી, કરતો ના ફરિયાદ મને તું તારી
મળ્યા નથી, જોયા નથી, પ્યાર તોયે જાગી ગયો, હશે હાલત તારી પણ આવી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī kāṁī dūra tuṁ mārāthī, nathī kāṁī dūra huṁ tō tārāthī
mēlāpa tārō tōyē, hajī thayō nathī
chē tanē malavānī icchā mārī, chē manē malavānī icchā tārī
chē prēma tārā kājē, mārā haiyāṁmāṁ bharyō bharyō śuṁ mārā kājē prēma tārā haiyāṁmāṁ nathī
banatī kōśiśē rākhī nathī ūṇapa bhāvōmāṁ, chē khātrī manē, nathī ūṇapa tārā haiyāṁmāṁ
najaramāṁ vasāvyō chē mēṁ tō tanē, chīē ēkabījānī tō najara sāmē
paḍaśē rāha jōvī śuṁ mārē samayanī, kē jōī rahyō chē rāha tuṁ paṇa samayanī
samaya bhalē khēla khēlāvī rahyō chē manē, śuṁ ē khēla khēlāvī rahyō chē tanē
karī nathī phariyāda mēṁ tanē tō mārī, karatō nā phariyāda manē tuṁ tārī
malyā nathī, jōyā nathī, pyāra tōyē jāgī gayō, haśē hālata tārī paṇa āvī
|