1990-11-06
1990-11-06
1990-11-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13852
રહ્યાં છો મુજથી દૂર ને દૂર રે માડી, નજદીક હવે તો આવોને

વીત્યો સમય જુદાઈમાં તો ઘણો રે માડી, અંત જુદાઈનો તો હવે લાવોને
સાચી ખોટી લીધી જીવનમાં રાહો રે માડી, સાચી રાહે તો હવે ચડાવોને
કરી ભૂલો જીવનમાં ઘણી રે માડી, ભૂલો માડી હવે તો અટકાવોને
સાચું શું છે જીવનમાં, ના સમજાયું રે માડી, સાચું હવે તો સમજાવોને
હાલકડોલક થાય નાવડી મારી રે માડી, નાવ તમે હવે તો સાચવોને
નજર પર ચડી છે માયા ઝાઝી રે માડી, નજરમાંથી હવે એ હટાવોને
કરી વિનંતી ઘણી તમને રે માડી, વિનંતી હૈયે હવે તો સ્વીકારોને
માર્યા સુખ કાજે ફાંફાં ઘણાં જીવનમાં રે માડી, સાચું સુખ હવે તો આપોને
દયાજનક છે સ્થિતિ અમારી રે માડી, દયા હૈયે હવે તો લાવોને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyāṁ chō mujathī dūra nē dūra rē māḍī, najadīka havē tō āvōnē
vītyō samaya judāīmāṁ tō ghaṇō rē māḍī, aṁta judāīnō tō havē lāvōnē
sācī khōṭī līdhī jīvanamāṁ rāhō rē māḍī, sācī rāhē tō havē caḍāvōnē
karī bhūlō jīvanamāṁ ghaṇī rē māḍī, bhūlō māḍī havē tō aṭakāvōnē
sācuṁ śuṁ chē jīvanamāṁ, nā samajāyuṁ rē māḍī, sācuṁ havē tō samajāvōnē
hālakaḍōlaka thāya nāvaḍī mārī rē māḍī, nāva tamē havē tō sācavōnē
najara para caḍī chē māyā jhājhī rē māḍī, najaramāṁthī havē ē haṭāvōnē
karī vinaṁtī ghaṇī tamanē rē māḍī, vinaṁtī haiyē havē tō svīkārōnē
māryā sukha kājē phāṁphāṁ ghaṇāṁ jīvanamāṁ rē māḍī, sācuṁ sukha havē tō āpōnē
dayājanaka chē sthiti amārī rē māḍī, dayā haiyē havē tō lāvōnē
|