Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2868 | Date: 08-Nov-1990
છવાઈ હૈયે તારા તો જ્યાં ઉદાસી
Chavāī haiyē tārā tō jyāṁ udāsī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 2868 | Date: 08-Nov-1990

છવાઈ હૈયે તારા તો જ્યાં ઉદાસી

  No Audio

chavāī haiyē tārā tō jyāṁ udāsī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-11-08 1990-11-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13857 છવાઈ હૈયે તારા તો જ્યાં ઉદાસી છવાઈ હૈયે તારા તો જ્યાં ઉદાસી

   બેસી શાંત ગોતજે તું કારણ એનું રે

અકારણ હૈયે તો તારા, કોઈના કાજે, હૈયે જો દ્વેષ જાગે રે

   ઊતરી ઊંડો હૈયામાં, હૈયું તારું તપાસી લે

રહી છે જ્યારે સદાયે વૃત્તિ તારી તો, તને તાણતી ને તાણતી રે

   બની તટસ્થ, નિરીક્ષણ એનું કરી લે

અહંમાં તો જ્યાં ઘેરાયે, ભલે ના એ સમજાયે, રહેજે સજાગ એમાં રે

   ઊંઘતો ને ઊંઘતો જોજે ના ઝડપી લે

રાખજે લક્ષમાં તું સાથ ને સાથીદાર તારા, ખોટા ખયાલમાં ના રહેજે

   ભૂલ્યો જો તું, લક્ષ્ય તારું ચૂકી જશે

છે તન તો સાધન, ગણજે એને સાધક, ના રચ્યોપચ્યો એમાં રહેજે

   જઈશ ચૂકી, ગાડી તારી ઊપડી જશે

હોય લક્ષ્ય ભલે ઊંચે, લાગે ભલે દૂર, ડર ના તું હૈયે

   પહોંચ્યા જ્યાં બીજા, તું ભી પહોંચી શકશે

મળ્યા છે ને મેળવ્યા છે માનવ જીવનમાં પ્રભુને, મળ્યો છે માનવ દેહ તને

   છે જ્યાં આ બધું બાકી, રાહ ના જોજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chavāī haiyē tārā tō jyāṁ udāsī

   bēsī śāṁta gōtajē tuṁ kāraṇa ēnuṁ rē

akāraṇa haiyē tō tārā, kōīnā kājē, haiyē jō dvēṣa jāgē rē

   ūtarī ūṁḍō haiyāmāṁ, haiyuṁ tāruṁ tapāsī lē

rahī chē jyārē sadāyē vr̥tti tārī tō, tanē tāṇatī nē tāṇatī rē

   banī taṭastha, nirīkṣaṇa ēnuṁ karī lē

ahaṁmāṁ tō jyāṁ ghērāyē, bhalē nā ē samajāyē, rahējē sajāga ēmāṁ rē

   ūṁghatō nē ūṁghatō jōjē nā jhaḍapī lē

rākhajē lakṣamāṁ tuṁ sātha nē sāthīdāra tārā, khōṭā khayālamāṁ nā rahējē

   bhūlyō jō tuṁ, lakṣya tāruṁ cūkī jaśē

chē tana tō sādhana, gaṇajē ēnē sādhaka, nā racyōpacyō ēmāṁ rahējē

   jaīśa cūkī, gāḍī tārī ūpaḍī jaśē

hōya lakṣya bhalē ūṁcē, lāgē bhalē dūra, ḍara nā tuṁ haiyē

   pahōṁcyā jyāṁ bījā, tuṁ bhī pahōṁcī śakaśē

malyā chē nē mēlavyā chē mānava jīvanamāṁ prabhunē, malyō chē mānava dēha tanē

   chē jyāṁ ā badhuṁ bākī, rāha nā jōjē
Scan Image

Gujarati Bhajan no. 2868 by Satguru Devendra Ghia - Kaka
First...286628672868...Last