|
View Original |
|
પ્રેમભર્યું રે હૈયું નથી જ્યાં તારી પાસે રે માનવ
તારી પાસે રે, ત્યારે તો કંઈ નથી (2)
તારી દૃષ્ટિએ પ્રભુને જ્યાં નીરખ્યાં નથી રે માનવ
તારી એવી દૃષ્ટિની તો કોઈ કિંમત નથી (2)
તારી પાસે જ્યાં દયા-ધરમની તો કોઈ દોલત નથી રે માનવ
તારી જગતની બીજી દોલતની તો કોઈ કિંમત નથી (2)
તારી વહેતી વાણીમાં સમજદારીની જો કોઈ ઝલક નથી રે માનવ
તારી એવી વાણીની તો કોઈ કિંમત નથી (2)
તારા કાનમાં તો જ્યાં, શબ્દો પ્રભુના પડયા નથી રે માનવ
તારા એવા કોઈ કાનની તો કિંમત નથી (2)
તારી ભાવનામાં જ્યાં ભલું કરવાની શક્તિ નથી રે માનવ
તારી એવી ભાવનાની તો કોઈ કિંમત નથી (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)