|
View Original |
|
પળેપળે તો સૂરો ભાગ્યના રે બદલાય
એક સૂર તો ના નીકળે એમાંથી તો જરાય - પળેપળે...
કદી કદી, એક સાથે અનેક સૂરો તો નીકળતા જાય - પળેપળે...
કદી કદી, સરગમ મીઠી એમાંથી જાગતી જાય - પળેપળે...
સંગીત કદી કદી એનું તો ઉદ્વેગ ઊભું કરી જાય - પળેપળે...
કદી કદી, કર્કશતાના સૂરો એમાંથી તો સંભળાય - પળેપળે...
એના સૂરે સૂરે તો, જીવનના દાવ તો રચાય - પળેપળે...
નીકળે સંવાદી સૂર એમાંથી જ્યાં, જીવન પાવન થાય - પળેપળે...
પ્રેમના સૂરો નીકળે એમાંથી જ્યાં, સ્વર્ગ ત્યાં તો રચાય - પળેપળે...
સદ્દગુણોના સૂરો નીકળે જ્યાં, જીવન મહેકતું થાય - પળેપળે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)