Hymn No. 5925 | Date: 03-Sep-1995
જામ્યું નહીં, જામ્યું નહીં, જામ્યું નહીં, જીવનમાં તો એ જામ્યું નહીં
jāmyuṁ nahīṁ, jāmyuṁ nahīṁ, jāmyuṁ nahīṁ, jīvanamāṁ tō ē jāmyuṁ nahīṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1995-09-03
1995-09-03
1995-09-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1412
જામ્યું નહીં, જામ્યું નહીં, જામ્યું નહીં, જીવનમાં તો એ જામ્યું નહીં
જામ્યું નહીં, જામ્યું નહીં, જામ્યું નહીં, જીવનમાં તો એ જામ્યું નહીં
જીવનના તાપથી ગઈ સુકાઈ, હૈયાંની હરિયાળી ધરતી, ભક્તિનું ચોમાસું એમાં જામ્યું નહીં
ઊગી ગયા અણગમતા છોડો હૈયાંની ધરતી ઉપર, રહી ના ધરતી એની હરિયાળી
દુર્ભાગ્યે સૂકવી દીધો, હરિયાળો પાક હૈયાંનો, હરિયાળી ફરી એમાં જામી નહીં
ભક્તિની આછી વાદળી, વરસી ના વરસી, મન એમાં તો કાંઈ માન્યું નહીં
ઉમળકા સુકાયા જીવનમાં જ્યાં હૈયાંમાં, જીવનમાં ભક્તિમાં રંગ એ તો લાગ્યો નહીં
અવગુણોના કાંટા ને છોડવા ગયા ઊગી એમાં, નીંદામણ જ્યાં એનું થયું નહીં
કામ વાસના ને લોભ લાલચની ઠંડી જ્યાં ધ્રુજાવી રહ્યું, ભક્તિનું ચોમાસું એમાં જામ્યું નહીં
દુઃખ દર્દમાં જીવન તો જ્યાં ધ્રુજતુ રહ્યું, ભક્તિનું ચોમાસું તો એમાં જામ્યું નહીં
શંકાઓ ને વિવાદોના વાદળામાં, જીવન જ્યાં ઘેરાઈ ગયું, ભક્તિનું ચોમાસું એમાં જામ્યું નહીં
જોઈ રહ્યાં પ્રભુ એમાં, રાહ જોઈ ભક્તે દર્શનની એમ ભક્તિનું ચોમાસું જ્યાં જામ્યું નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāmyuṁ nahīṁ, jāmyuṁ nahīṁ, jāmyuṁ nahīṁ, jīvanamāṁ tō ē jāmyuṁ nahīṁ
jīvananā tāpathī gaī sukāī, haiyāṁnī hariyālī dharatī, bhaktinuṁ cōmāsuṁ ēmāṁ jāmyuṁ nahīṁ
ūgī gayā aṇagamatā chōḍō haiyāṁnī dharatī upara, rahī nā dharatī ēnī hariyālī
durbhāgyē sūkavī dīdhō, hariyālō pāka haiyāṁnō, hariyālī pharī ēmāṁ jāmī nahīṁ
bhaktinī āchī vādalī, varasī nā varasī, mana ēmāṁ tō kāṁī mānyuṁ nahīṁ
umalakā sukāyā jīvanamāṁ jyāṁ haiyāṁmāṁ, jīvanamāṁ bhaktimāṁ raṁga ē tō lāgyō nahīṁ
avaguṇōnā kāṁṭā nē chōḍavā gayā ūgī ēmāṁ, nīṁdāmaṇa jyāṁ ēnuṁ thayuṁ nahīṁ
kāma vāsanā nē lōbha lālacanī ṭhaṁḍī jyāṁ dhrujāvī rahyuṁ, bhaktinuṁ cōmāsuṁ ēmāṁ jāmyuṁ nahīṁ
duḥkha dardamāṁ jīvana tō jyāṁ dhrujatu rahyuṁ, bhaktinuṁ cōmāsuṁ tō ēmāṁ jāmyuṁ nahīṁ
śaṁkāō nē vivādōnā vādalāmāṁ, jīvana jyāṁ ghērāī gayuṁ, bhaktinuṁ cōmāsuṁ ēmāṁ jāmyuṁ nahīṁ
jōī rahyāṁ prabhu ēmāṁ, rāha jōī bhaktē darśananī ēma bhaktinuṁ cōmāsuṁ jyāṁ jāmyuṁ nahīṁ
|