1991-04-08
1991-04-08
1991-04-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14126
સરળને સરળ છે હૈયું તો મારું રે પ્રભુ, તારી વાંકી ચાલમાં ના એને અટવાવી દેતો

સોંપ્યું છે જ્યાં તારા હાથમાં રે પ્રભુ, જોજે કસોટી કરવા એની ના તું દોડી જાતો
સાચવી સાચવીને રાખ્યું છે એને રે પ્રભુ, જોજે માયાનો પંજો એના પર પડવા ના દેતો
આનંદ ને આનંદમાં રહેશે તારી સાથમાં રે પ્રભુ, જોજે આનંદ એનો છૂટવા ના દેતો
હર સમયે હરપળે રાહબર બની એના રહેજો પ્રભુ, જોજે શંકા કુશંકા વાદળ ઘેરાવા ના દેતો
છે નાજુક એ તો, સંભાળજે એને રે પ્રભુ, જોજે જીવનના હર તોફાનમાં એને તૂટવા ના દેતો
તારી શક્તિને શક્તિમાં તરવા દેજે રે એને, જોજે માયા એને અડવા ના દેતો
કસર હોય જો એમાં લેજે સુધારી, જોજે એને તારેથી દૂર હડસેલી ના દેતો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
saralanē sarala chē haiyuṁ tō māruṁ rē prabhu, tārī vāṁkī cālamāṁ nā ēnē aṭavāvī dētō
sōṁpyuṁ chē jyāṁ tārā hāthamāṁ rē prabhu, jōjē kasōṭī karavā ēnī nā tuṁ dōḍī jātō
sācavī sācavīnē rākhyuṁ chē ēnē rē prabhu, jōjē māyānō paṁjō ēnā para paḍavā nā dētō
ānaṁda nē ānaṁdamāṁ rahēśē tārī sāthamāṁ rē prabhu, jōjē ānaṁda ēnō chūṭavā nā dētō
hara samayē harapalē rāhabara banī ēnā rahējō prabhu, jōjē śaṁkā kuśaṁkā vādala ghērāvā nā dētō
chē nājuka ē tō, saṁbhālajē ēnē rē prabhu, jōjē jīvananā hara tōphānamāṁ ēnē tūṭavā nā dētō
tārī śaktinē śaktimāṁ taravā dējē rē ēnē, jōjē māyā ēnē aḍavā nā dētō
kasara hōya jō ēmāṁ lējē sudhārī, jōjē ēnē tārēthī dūra haḍasēlī nā dētō
|
|