Hymn No. 2048 | Date: 16-Oct-1989
મન મારું માનતું નથી રે, મન મારું માનતું નથી
mana māruṁ mānatuṁ nathī rē, mana māruṁ mānatuṁ nathī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-10-16
1989-10-16
1989-10-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14537
મન મારું માનતું નથી રે, મન મારું માનતું નથી
મન મારું માનતું નથી રે, મન મારું માનતું નથી
સમજાવ્યું તો ખૂબ એને, હજી એ તો સમજતું નથી
જાવું છે જ્યાં, રે મારે, સાથે આવવા, તૈયાર થાતું નથી
કીધી કોશિશો રે ઘણી, ફરવું જ્યાં-ત્યાં, એ ભૂલતું નથી
નથી આવતું હાથમાં એના રે કાંઈ, દોડવું તોય એ ચૂકતું નથી
ચૂકી-ચુકાવી કંઈક તો રસ્તા, મૂંઝાવવું એ તો ચૂકતું નથી
પકડી રાહો કંઈક તો ખોટી, સાચી રાહે એ તો ચાલતું નથી
પકડવી છે રાહ પ્રભુની, પ્રભુની રાહે એ ચાલતું નથી
વિચારો ને હૈયાને ધક્કા ખૂબ મારી, સાથમાં સાથ એ દેતું નથી
માયામાં ને માયામાં ખૂબ રાચી, માયા એ તો છોડતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana māruṁ mānatuṁ nathī rē, mana māruṁ mānatuṁ nathī
samajāvyuṁ tō khūba ēnē, hajī ē tō samajatuṁ nathī
jāvuṁ chē jyāṁ, rē mārē, sāthē āvavā, taiyāra thātuṁ nathī
kīdhī kōśiśō rē ghaṇī, pharavuṁ jyāṁ-tyāṁ, ē bhūlatuṁ nathī
nathī āvatuṁ hāthamāṁ ēnā rē kāṁī, dōḍavuṁ tōya ē cūkatuṁ nathī
cūkī-cukāvī kaṁīka tō rastā, mūṁjhāvavuṁ ē tō cūkatuṁ nathī
pakaḍī rāhō kaṁīka tō khōṭī, sācī rāhē ē tō cālatuṁ nathī
pakaḍavī chē rāha prabhunī, prabhunī rāhē ē cālatuṁ nathī
vicārō nē haiyānē dhakkā khūba mārī, sāthamāṁ sātha ē dētuṁ nathī
māyāmāṁ nē māyāmāṁ khūba rācī, māyā ē tō chōḍatuṁ nathī
|