Hymn No. 2330 | Date: 04-Mar-1990
રચ્યું છે જગ તો જેણે, રહ્યો ઓતપ્રોત તો એમાં થઈને
racyuṁ chē jaga tō jēṇē, rahyō ōtaprōta tō ēmāṁ thaīnē
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1990-03-04
1990-03-04
1990-03-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14819
રચ્યું છે જગ તો જેણે, રહ્યો ઓતપ્રોત તો એમાં થઈને
રચ્યું છે જગ તો જેણે, રહ્યો ઓતપ્રોત તો એમાં થઈને
હવાની હર લહેરે લહેર રે, મહેકી ઊઠે છે તો એની સુગંધે
ધડકી રહી છે જગની હર ધડકન તો એની ધડકને
કહી રહ્યો છે કર્મ એ તો, જગના મુખે ને એના રે દ્વારે
હરેક પળે જગમાં, વિવિધ ભાવો તો એના જોવા રે મળે
કરે કરાવે કર્મો તો જગ પાસે, માને જે કરે છે, કર્મફળ તે તો પામે
જાળ તો છે એની લોભામણી, રહ્યા છે સહુ એમાં ફસાઈને
રહ્યા નચિંત થઈને જગમાં એ તો, સોંપ્યું બધું એને તો જેણે
રાત-દિવસ ના એ તો સૂએ, રાખે સહુને એ તો પોતાના હૈયે
ભજે જે દિન-રાત તો એને, આવે એની પાસે એ તો દોડીને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
racyuṁ chē jaga tō jēṇē, rahyō ōtaprōta tō ēmāṁ thaīnē
havānī hara lahērē lahēra rē, mahēkī ūṭhē chē tō ēnī sugaṁdhē
dhaḍakī rahī chē jaganī hara dhaḍakana tō ēnī dhaḍakanē
kahī rahyō chē karma ē tō, jaganā mukhē nē ēnā rē dvārē
harēka palē jagamāṁ, vividha bhāvō tō ēnā jōvā rē malē
karē karāvē karmō tō jaga pāsē, mānē jē karē chē, karmaphala tē tō pāmē
jāla tō chē ēnī lōbhāmaṇī, rahyā chē sahu ēmāṁ phasāīnē
rahyā naciṁta thaīnē jagamāṁ ē tō, sōṁpyuṁ badhuṁ ēnē tō jēṇē
rāta-divasa nā ē tō sūē, rākhē sahunē ē tō pōtānā haiyē
bhajē jē dina-rāta tō ēnē, āvē ēnī pāsē ē tō dōḍīnē
|
|