Hymn No. 2431 | Date: 17-Apr-1990
રહેશે રે માનવ, તપ તારાં તો અધૂરાં, રહેશે મનડાં તારાં ફરતાં ને ફરતાં
rahēśē rē mānava, tapa tārāṁ tō adhūrāṁ, rahēśē manaḍāṁ tārāṁ pharatāṁ nē pharatāṁ
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1990-04-17
1990-04-17
1990-04-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14920
રહેશે રે માનવ, તપ તારાં તો અધૂરાં, રહેશે મનડાં તારાં ફરતાં ને ફરતાં
રહેશે રે માનવ, તપ તારાં તો અધૂરાં, રહેશે મનડાં તારાં ફરતાં ને ફરતાં
માનવ, તારું જીવન હશે રે કાચું, ખચકાશે હૈયા તારા, સાચને તો સ્વીકારતાં
બુદ્ધિ તારી ના પહોંચવા દેશે પ્રભુ પાસે, પાડશે ભેદ એ માનવ ને માનવમાં
ગણાશે તારી નાદાનિયત, કરશે કોશિશ છુપાવવા પ્રભુથી, ભાવો તારા હૈયાના
સાચા ખોટાના ભેદ પાડીશ તું ક્યાંથી, હટાવીશ ના પડદા, હૈયેથી તું માયાના
વધીશ ના આગળ તું ક્યાંથી, હટાવીશ ના ભેદ તું પ્રભુના નામમાં
રાખીશ ના કાબૂમાં તું વાસનાઓ તારી, રહેશે તણાતો જો તું વાસનામાં
છોડીશ ના જો તું હૈયેથી, અહંના વળ ને અભિમાનના રે આંટા
લોભ-લાલચે રહેશે જો તણાઈ, રાખીશ જીવનમાં દોર એના જો છૂટા
ક્રોધ ને ઈર્ષ્યા છોડ્યાં ના જીવનમાં, રાખીશ હૈયાં જો એમાં તણાતાં ને તણાતાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahēśē rē mānava, tapa tārāṁ tō adhūrāṁ, rahēśē manaḍāṁ tārāṁ pharatāṁ nē pharatāṁ
mānava, tāruṁ jīvana haśē rē kācuṁ, khacakāśē haiyā tārā, sācanē tō svīkāratāṁ
buddhi tārī nā pahōṁcavā dēśē prabhu pāsē, pāḍaśē bhēda ē mānava nē mānavamāṁ
gaṇāśē tārī nādāniyata, karaśē kōśiśa chupāvavā prabhuthī, bhāvō tārā haiyānā
sācā khōṭānā bhēda pāḍīśa tuṁ kyāṁthī, haṭāvīśa nā paḍadā, haiyēthī tuṁ māyānā
vadhīśa nā āgala tuṁ kyāṁthī, haṭāvīśa nā bhēda tuṁ prabhunā nāmamāṁ
rākhīśa nā kābūmāṁ tuṁ vāsanāō tārī, rahēśē taṇātō jō tuṁ vāsanāmāṁ
chōḍīśa nā jō tuṁ haiyēthī, ahaṁnā vala nē abhimānanā rē āṁṭā
lōbha-lālacē rahēśē jō taṇāī, rākhīśa jīvanamāṁ dōra ēnā jō chūṭā
krōdha nē īrṣyā chōḍyāṁ nā jīvanamāṁ, rākhīśa haiyāṁ jō ēmāṁ taṇātāṁ nē taṇātāṁ
|