1990-05-09
1990-05-09
1990-05-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14986
સો મણ રૂની તળાઈમાં ભલે રે સૂઓ, લઈ ચિંતા સાથે જો સૂઓ
સો મણ રૂની તળાઈમાં ભલે રે સૂઓ, લઈ ચિંતા સાથે જો સૂઓ
સુખની નીંદર ત્યાં તો ક્યાંથી રે આવે
ડરથી માનવ રહે જ્યાં ધ્રૂજતો, થાળ પકવાનના રહે ભલે એ ખાતો
લોહી શરીરમાં ત્યાં તો ક્યાંથી રે આવે
ઈર્ષ્યામાં રહે જલતો ને જલતો, હૈયે વેર રહે જો નચાવતો
શાંતિ હૈયામાં ત્યાં તો ક્યાંથી રે આવે
ખોડ બીજામાં રહે ગોતતો, ખુદને સર્વગુણસંપન્ન રહે સમજતો
ભાવ મિત્રતાના હૈયે, ત્યાં તો ક્યાંથી રે આવે
લાભ લેવા બીજાને ગોતતો ફરે, સમય પર તો મોઢું જે ફેરવે
એવાનો વિશ્વાસ હૈયામાં તો ક્યાંથી રે આવે
કરતા અપમાન પાછું ના જુએ, કરવા નુકસાન બીજાનું કરતો રહે
પ્રભુ એવા પાસે તો ક્યાંથી રે આવે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sō maṇa rūnī talāīmāṁ bhalē rē sūō, laī ciṁtā sāthē jō sūō
sukhanī nīṁdara tyāṁ tō kyāṁthī rē āvē
ḍarathī mānava rahē jyāṁ dhrūjatō, thāla pakavānanā rahē bhalē ē khātō
lōhī śarīramāṁ tyāṁ tō kyāṁthī rē āvē
īrṣyāmāṁ rahē jalatō nē jalatō, haiyē vēra rahē jō nacāvatō
śāṁti haiyāmāṁ tyāṁ tō kyāṁthī rē āvē
khōḍa bījāmāṁ rahē gōtatō, khudanē sarvaguṇasaṁpanna rahē samajatō
bhāva mitratānā haiyē, tyāṁ tō kyāṁthī rē āvē
lābha lēvā bījānē gōtatō pharē, samaya para tō mōḍhuṁ jē phēravē
ēvānō viśvāsa haiyāmāṁ tō kyāṁthī rē āvē
karatā apamāna pāchuṁ nā juē, karavā nukasāna bījānuṁ karatō rahē
prabhu ēvā pāsē tō kyāṁthī rē āvē
|
|