1993-01-24
1993-01-24
1993-01-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15
પ્રેમમાં તો હિસાબ ના મંડાય, પ્રેમમાં તો હિસાબ ના મંડાય

મંડાશે કે મંડાય હિસાબ જ્યાં પ્રેમમાં, ત્યાં પ્રેમ તો ભાગી જાય
મળે ના એ બજારમાં તો વેચાતો, કિંમત કેમ કરી આંકી શકાય
પ્રેમમાં દેવાની જ્યાં તૈયારી પૂરી થાય, પ્રેમ સાચો ત્યારે તો મેળવાય
પાત્રે પાત્રે રહે રસ્તા જુદા રહે, ના રહે એક રસ્તા બધાના સદાય
કોનો પ્રેમ છે વધુ કે ઓછો, ના કંઈ સાચું એ તો કદી કહી શકાય
જ્યારે પ્રેમમાં ખુદને તો જ્યાં ભૂલી જવાય, ત્યારે તો એ પ્રેમ કહેવાય
પ્રેમના ઝરણમાં વેર પણ નાહીને, એ પણ તો પ્રેમમય બની જાય
પ્રેમની તો થાતા શરૂઆત, અંત પણ એનો તો પ્રેમ ગણાય
પ્રેમની વ્યાખ્યા ના બદલાય, પાત્રો ભલે નવા ને નવા તો બદલાય
પ્રેમ તો, પ્રેમ વિના માંગે ના કાંઈ, પ્રેમ તો પ્રેમની ધારાથી જ ધરાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēmamāṁ tō hisāba nā maṁḍāya, prēmamāṁ tō hisāba nā maṁḍāya
maṁḍāśē kē maṁḍāya hisāba jyāṁ prēmamāṁ, tyāṁ prēma tō bhāgī jāya
malē nā ē bajāramāṁ tō vēcātō, kiṁmata kēma karī āṁkī śakāya
prēmamāṁ dēvānī jyāṁ taiyārī pūrī thāya, prēma sācō tyārē tō mēlavāya
pātrē pātrē rahē rastā judā rahē, nā rahē ēka rastā badhānā sadāya
kōnō prēma chē vadhu kē ōchō, nā kaṁī sācuṁ ē tō kadī kahī śakāya
jyārē prēmamāṁ khudanē tō jyāṁ bhūlī javāya, tyārē tō ē prēma kahēvāya
prēmanā jharaṇamāṁ vēra paṇa nāhīnē, ē paṇa tō prēmamaya banī jāya
prēmanī tō thātā śarūāta, aṁta paṇa ēnō tō prēma gaṇāya
prēmanī vyākhyā nā badalāya, pātrō bhalē navā nē navā tō badalāya
prēma tō, prēma vinā māṁgē nā kāṁī, prēma tō prēmanī dhārāthī ja dharāya
|