|
View Original |
|
એ એંધાણ કાંઈ સારાં નથી (2)
પ્રગટયો લોભ જીવનમાં તો જ્યાં હૈયામાં
લાલચ ને લાલચમાં ખેંચાયું હૈયું જીવનમાં જ્યાં
ફૂટી લુચ્ચાઈઓની રેખાઓ નયનોમાં જીવનમાં જ્યાં
ફૂટી ક્રોધની જ્વાળા જીવનમાં, હૈયામાં તો જ્યાં
ફૂટયું હૈયામાં અસત્ય કાજે કિરણ જીવનમાં જ્યાં
પરિતૃપ્તિની પાળે પહોંચી, અસંતોષનું ઝરણું, ફૂટયું હૈયામાં
જલી ગઈ વેરની અકારણ આગ, હૈયામાં જ્યાં
કૂડકપટની કળાઓએ કર્યો, હૈયામાં જ્યાં વાસ
પ્રગટી નયનોમાં તો જ્યાં, ઈર્ષ્યાની જ્વાળા
સર્યું ધીરે ધીરે જીવનમાં હૈયું, તો જ્યાં આળસમાં
ફૂટી કડવાશની કૂંપળો જીવનમાં જ્યાં હૈયામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)