1998-04-27
1998-04-27
1998-04-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15294
માંગું માંગુંને મને જીવનમાં તો જ્યાં માફી મળી જાય
માંગું માંગુંને મને જીવનમાં તો જ્યાં માફી મળી જાય
ત્યારે તો ભગવાન મને તો વ્હાલા લાગી જાય
છાની છૂપી હૈયાની વાત, કહેતાં તો જ્યાં હૈયું ના અચકાય
મેળવું એની આંખ સામે આંખ મારી, આંખ ત્યાં બોલતી સંભળાય
કરતા તો યાદ એને તો જ્યાં, ત્યાં તો પ્રેમ તો ઊભરાય
એની યાદે યાદે હૈયું મારું તો, જ્યાં હળવું ફૂલ બની જાય
કરી કરી ઇચ્છાઓ ધરાવું પ્રભુચરણે, ફળ એ તો દેતી જાય
ધરાવું મૂંઝવણ મારી પ્રભુચરણે, મારગ તો એના મળી જાય
કરતા તો યાદ એને તો હૈયું, હૈયું તો ત્યાં ગદ્ગદ્ થાતું જાય
આંખ કરી બંધ ધરું જ્યાં ધ્યાન એનું, મૂર્તિ એની તો હસતી દેખાય
ખોવાઉં જ્યાં એના ખ્યાલમાં, અંતરનું અંતર એમાં મટી જાય
https://www.youtube.com/watch?v=rSsUGN7PNY4
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
માંગું માંગુંને મને જીવનમાં તો જ્યાં માફી મળી જાય
ત્યારે તો ભગવાન મને તો વ્હાલા લાગી જાય
છાની છૂપી હૈયાની વાત, કહેતાં તો જ્યાં હૈયું ના અચકાય
મેળવું એની આંખ સામે આંખ મારી, આંખ ત્યાં બોલતી સંભળાય
કરતા તો યાદ એને તો જ્યાં, ત્યાં તો પ્રેમ તો ઊભરાય
એની યાદે યાદે હૈયું મારું તો, જ્યાં હળવું ફૂલ બની જાય
કરી કરી ઇચ્છાઓ ધરાવું પ્રભુચરણે, ફળ એ તો દેતી જાય
ધરાવું મૂંઝવણ મારી પ્રભુચરણે, મારગ તો એના મળી જાય
કરતા તો યાદ એને તો હૈયું, હૈયું તો ત્યાં ગદ્ગદ્ થાતું જાય
આંખ કરી બંધ ધરું જ્યાં ધ્યાન એનું, મૂર્તિ એની તો હસતી દેખાય
ખોવાઉં જ્યાં એના ખ્યાલમાં, અંતરનું અંતર એમાં મટી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māṁguṁ māṁguṁnē manē jīvanamāṁ tō jyāṁ māphī malī jāya
tyārē tō bhagavāna manē tō vhālā lāgī jāya
chānī chūpī haiyānī vāta, kahētāṁ tō jyāṁ haiyuṁ nā acakāya
mēlavuṁ ēnī āṁkha sāmē āṁkha mārī, āṁkha tyāṁ bōlatī saṁbhalāya
karatā tō yāda ēnē tō jyāṁ, tyāṁ tō prēma tō ūbharāya
ēnī yādē yādē haiyuṁ māruṁ tō, jyāṁ halavuṁ phūla banī jāya
karī karī icchāō dharāvuṁ prabhucaraṇē, phala ē tō dētī jāya
dharāvuṁ mūṁjhavaṇa mārī prabhucaraṇē, māraga tō ēnā malī jāya
karatā tō yāda ēnē tō haiyuṁ, haiyuṁ tō tyāṁ gadgad thātuṁ jāya
āṁkha karī baṁdha dharuṁ jyāṁ dhyāna ēnuṁ, mūrti ēnī tō hasatī dēkhāya
khōvāuṁ jyāṁ ēnā khyālamāṁ, aṁtaranuṁ aṁtara ēmāṁ maṭī jāya
|
|